Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે સતત પરમાણુ પરિક્ષણ કરી રહેલા ઉત્તર કોરિયાને વધુ એક ધમકી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત પરમાણુ પરિક્ષણ કરી રહેલા ઉત્તર કોરિયાને વધુ એક ધમકી આપી છે. આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પે કહી દીધુ છે કે હવે કોઇ વધુ ધમકી આપવામાં નહીં આવે પણ પગલા લેવામાં આવશે…અને જો કોઈ આવી હરકત કરશે તો તેનો જવાબ આપવા માટે અમેરિકન સૈન્યને તૈયાર કરી લેવામાં આવ્યું છે…ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં […]

World
170111113259 03 trump 0111 super 169 ડોનાલ્ડ ટ્રમ્પે સતત પરમાણુ પરિક્ષણ કરી રહેલા ઉત્તર કોરિયાને વધુ એક ધમકી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત પરમાણુ પરિક્ષણ કરી રહેલા ઉત્તર કોરિયાને વધુ એક ધમકી આપી છે. આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પે કહી દીધુ છે કે હવે કોઇ વધુ ધમકી આપવામાં નહીં આવે પણ પગલા લેવામાં આવશે…અને જો કોઈ આવી હરકત કરશે તો તેનો જવાબ આપવા માટે અમેરિકન સૈન્યને તૈયાર કરી લેવામાં આવ્યું છે…ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સૈન્ય ઓપરેશનની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. જો કોઇ પણ પ્રકારના પ્રયાસો હવે ઉ. કોરિયાએ કર્યા તો જવાબ આપવામાં આવશે…અમેરિકાના પ્રમુખે પોતાના દેશની તાકાતની પણ વાત કરતા કહ્યું હતું કે ઉ. કોરિયા પર હુમલો કરવામાં બહુ સમય નહીં લાગે, અમારી છોડેલી મિસાઇલ માત્ર ૧૪ મિનિટમાં જ ઉ. કોરિયા પહોંચી જશે…જો કે ટ્રમ્પે ટ્વિટરની મદદથી આ ધમકી આપતા કહ્યું હતું કે ઉત્તર કોરિયાની સાથે એ થશે કે જે તેણે ક્યારેય વિચાર્યું જ નહીં હોય. હુમલા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મિસાઇલો તૈયાર કરી લેવાઇ છે. બીજી તરફ ચીને ઉત્તર કોરિયાને સાથ આપવાની ના પાડી દીધી છે અને સાથે સ્પષ્ટ કહી દીધુ છે કે અમેરિકા જો હુમલો કરે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉ. કોરિયાની રહેશે. અમે કોઇ જ સાથ નહીં આપીએ.