Not Set/ દુબઈ : કરોડો રૂપિયાના ગોટાળાના કેસમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓને કોર્ટે ફટકારી ૫૦૦ વર્ષની સજા

દુબઈ, દુબઈમાં લોકોને પ્રલોભનથી લાલચ આપી ભારતીય મૂળના બે વ્યક્તિઓએ આચરેલા ૨૦૦ મિલિયન ડોલરના ગોટાળાના કેસમાં ૫૦૦ થી વધુ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુબઈની કોર્ટની સ્પેશિયલ બેન્ચના જજ ડો. મોહમ્મદ હનાફીએ ભારતીય મૂળના ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના એકાઉન્ટ સ્પેશિયલિસ્ટ રિયાન ડિસૂજાને આ ગોટાળા બદલ ૫૦૦ વર્ષની સજા ફટકારી છે. દુબઈની કોર્ટની સ્પેશિયલ […]

World
na10 APR Exential Sydney Lemos દુબઈ : કરોડો રૂપિયાના ગોટાળાના કેસમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓને કોર્ટે ફટકારી ૫૦૦ વર્ષની સજા

દુબઈ,

દુબઈમાં લોકોને પ્રલોભનથી લાલચ આપી ભારતીય મૂળના બે વ્યક્તિઓએ આચરેલા ૨૦૦ મિલિયન ડોલરના ગોટાળાના કેસમાં ૫૦૦ થી વધુ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુબઈની કોર્ટની સ્પેશિયલ બેન્ચના જજ ડો. મોહમ્મદ હનાફીએ ભારતીય મૂળના ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના એકાઉન્ટ સ્પેશિયલિસ્ટ રિયાન ડિસૂજાને આ ગોટાળા બદલ ૫૦૦ વર્ષની સજા ફટકારી છે.

દુબઈની કોર્ટની સ્પેશિયલ જજે આ ગોટાળાના બે આરોપીઓ સાથે એક પત્નીને પણ ૫૦૦ વર્ષની સજા ફટકારી છે. બીજી બાજુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની ખાસ વાત એ છે કે, જજને આ ચુકાદો આપવા માટે માત્ર ૧૦ મિનીટનો જ સમય લાગ્યો હતો.

ghh 2 દુબઈ : કરોડો રૂપિયાના ગોટાળાના કેસમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓને કોર્ટે ફટકારી ૫૦૦ વર્ષની સજા

ભારતીય મૂળના ૩૭ વર્ષીય સિડની લિમોસે પોતાની વિદેશી ચલણના વેપારની કંપની એક્સેંશિયલ દ્વારા લોકોને પ્રલોભન આપ્યું હતું કે તે ૨૫ હજાર ડોલરના રોકાણ પર ૧૨૦ ટકાનું લઘુત્તમ વાર્ષિક રિટર્ન આપવામાં આવશે. પરંતુ લિમોસના પ્રલોભનમાં આવીને હજારો રોકાણકારોએ આ કંપનીમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ લિમોસ દ્વારા આ હજારો રોકાણકારોને અંદાજે ૨૦૦ મિલિયન ડોલરનું ફ્રોડ કરવાના આરોપમાં આ સજા ફટકારવામાં આવી છે.

લિમોસની પત્ની વલાની પર પણ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.  લિમોસની પત્ની પર ગેરકાયદેસર રીતે સીલ ઓફિસમાં ઘુસવા અને દસ્તાવેજ લઇ જવાનો આરોપ છે.

આ પહેલા ગોવાના સિડની લિમોસની ડિસેમ્બર, ૨૦૧૬માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જમાનત પર છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ ગત વર્ષે જાન્યુઆરીમાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે સજોલિમના રહેનારા રિયાનની પણ ગત વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે, સિડની લિમોસ ૨૦૧૫માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમની કંપની એફસી પ્રાઇમ માર્કેટ્સ (એફસીએ ફોરેક્સ અને કોમોડિટીઝ) દેશમાં રમાતી ફુટબોલ લીગ ઇન્ડિયન સુપર લીગમાં એફસી ગોઆના મુખ્ય સ્પોન્સર બન્યા હતા.