Not Set/ હિંદુ કૃષ્ણા કુમારીએ સેનેટર બનીને પાકિસ્તાનમાં ઇતિહાસ રચ્યો

સિંધ, મુસ્લીમોની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલીવાર કોઇ હિન્દુ મહિલા રાજકીય ક્ષેત્રે ટોચ પર પહોંચી છે. પાકિસ્તાનના સિંધ પ્રોવિનન્સની કૃષ્ણા કુમારી કોહલી પહેલીવાર હિંદુ દલિત મહિલા તરીકે સેનેટર બન્યા છે.થાર પ્રાંતમાં રહેતાં 39 વર્ષના કૃષ્ણા કુમારી કોહલી બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ની સભ્ય છે. કૃષ્ણા કુમારી સિંધ પ્રોવિનન્સની લઘુમતી સીટ પરથી પીપીપી તરફથી સેનેટર […]

Top Stories
krishna kumari હિંદુ કૃષ્ણા કુમારીએ સેનેટર બનીને પાકિસ્તાનમાં ઇતિહાસ રચ્યો

સિંધ,

મુસ્લીમોની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલીવાર કોઇ હિન્દુ મહિલા રાજકીય ક્ષેત્રે ટોચ પર પહોંચી છે. પાકિસ્તાનના સિંધ પ્રોવિનન્સની કૃષ્ણા કુમારી કોહલી પહેલીવાર હિંદુ દલિત મહિલા તરીકે સેનેટર બન્યા છે.થાર પ્રાંતમાં રહેતાં 39 વર્ષના કૃષ્ણા કુમારી કોહલી બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ની સભ્ય છે.

કૃષ્ણા કુમારી સિંધ પ્રોવિનન્સની લઘુમતી સીટ પરથી પીપીપી તરફથી સેનેટર તરીકે ચુંટાયા હતા.

સિંધના થાર જીલ્લાના અંતરિયાળ ગામ નગરપારકર ગામમાં રહેતા કૃષ્ણા કુમારીનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. જોવાની વાત એ હતી કે જમીનના ઝગડામાં કૃષ્ણા કુમારીનો પરિવાર ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો. કૃષ્ણા કુમારી નવમાં ધોરણમાં હતી. ત્યારે માત્ર 15 વર્ષની વયે તેના લગ્ન લાલચંદ સાથે કરાવી દેવામાં આવ્યા હતા.

જો કે વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ કૃષ્ણા કુમારીએ ભણવાનું ચાલુ રાખ્યું અને સિંધ યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં માસ્ટર કર્યું હતું.

કૃષ્ણા તેમના ભાઇ સાથે સામાજીક કામ કરવાના ઉદ્દેશથી પીપીપીમાં જોડાઇ હતી. સિંધમાં લઘુમતીઓના હક્ક માટે લડતી કૃષ્ણાએ સમાજના બીજા વર્ગો માટે સંઘર્ષ કર્યો હતો.

કૃષ્ણાના પરદાદા રૂપલો કોહલી પણ 1857માં બ્રિટીશરો સામે લડ્યા હતા અને તેમને ફાંસીની સજા થઇ હતી.