Not Set/ જેરુસલેમ પર ટ્રમ્પની ઘોષણા બાદ IS એ આપી ધમકી, ૮ દેશોએ બોલાવી UNSC ની બેઠક

યુએસ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેઓએ તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને પણ જેરુસલેમ લઈ જવાની તૈયારી દર્શાવી છે. આ અંગે જણાવતા યુએસ પ્રમુખે જણાવ્યું કે, “યુએસ રાષ્ટ્રપતિઓએ જેરુસલેમને રાજધાની આપવા માટે કેટલીય વાર અભિયાન ચલાવ્યું હતું […]

Top Stories
જેરુસલેમ પર ટ્રમ્પની ઘોષણા બાદ IS એ આપી ધમકી, ૮ દેશોએ બોલાવી UNSC ની બેઠક

યુએસ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેઓએ તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને પણ જેરુસલેમ લઈ જવાની તૈયારી દર્શાવી છે.

આ અંગે જણાવતા યુએસ પ્રમુખે જણાવ્યું કે, “યુએસ રાષ્ટ્રપતિઓએ જેરુસલેમને રાજધાની આપવા માટે કેટલીય વાર અભિયાન ચલાવ્યું હતું પણ તેઓ આ વાયદો પૂરો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જયારે આજે હું આ વાયદો પૂરો કરીઓ રહ્યો છું”.

બીજી બાજુ ટ્રમ્પની ઘોષણા બાદ આ અંગે વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે. આરબ દેશોએ આશંકા દર્શાવી છે કે, આ વિવાદ વધુ વકરતા એક મોટા યુધ્ધમાં રૂપાંતરિત થશે અને પૂરી દુનિયાને ઝપેટમાં લઇ શકે છે. જયારે બ્રિટન, ફ્રાન્સ સહિતના ૮ દેશોએ UNSC ની બેઠક બોલાવી છે.

જયારે તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને પણ જેરુસલેમ લઈ જવાની ઘોષણા બાદ ઇસ્લામિક સંગઠન IS અને અલકાયદાએ અમેરિકામાં હૂમલો કરવાની ધમકી આપી છે.