Not Set/ માલદીવમાં ઈમરજન્સી, પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ

માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પુરા દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરવાની ઘોષના કરી દીધી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલી હમીદ અને ન્યાયિક પ્રશાસક વિભાગે અબ્દુલ્લા સઈદને ગિરફતાર કરી લીધા છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની પણ ધરપકડ કરવામાં આવી છે. Maldivian crisis deepens, former President, Chief Justice arrested#MaldivesRead @ANI […]

World
DVHNtFfVwAA11Fn માલદીવમાં ઈમરજન્સી, પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ

માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પુરા દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરવાની ઘોષના કરી દીધી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલી હમીદ અને ન્યાયિક પ્રશાસક વિભાગે અબ્દુલ્લા સઈદને ગિરફતાર કરી લીધા છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિની ખુબ જ નજીક ગણાતા અજિમા શુકુરે સોમવારે સાંજે ટેલીવીઝન પર આ સંદેશ દ્વારા ઈમરજન્સીની જાહેરાત કરી  હતી. માલદીવના રાષ્ટ્રપતિના સતાવાર ટ્વીટર પર તેની માહિતી આપવામાં આવી છે. આ આદેશ પછી માલદીવના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થઈ ગયા છે. અને સુરક્ષાબળોને કોઈને પણ શંકાના આધાર પર ધરપક કરવાની તાકાત મળી ગઈ છે.

કેટલાક દિવસથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ વિરોધ પ્રદર્શન પછી દેશમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આદેશ પછી ત્યાના નાગરીકો રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, ત્યાં જ ભારતીય વિદેશ મંત્રાલયએ માલદીવમાં ભારતીય પ્રવાસીયોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું છે, કે સાવધાની રાખવી અને સાર્વજનિક સમારોહમાં જવાનું ટાળવું.