Not Set/ પેટ્રોલ – ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવા અંગે નાણામંત્રીએ આપ્યા આ સંકેત, જુઓ

દિલ્લી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થઇ રહેલા સતત વધારાને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત ૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં લોકોને આશા હતી કે લોકોને રાહત મળશે. પણ બજેટમાં પણ નાણામંત્રી દ્વારા સામાન્ય લોકો માટે કોઈ રાહત આપવામાં આવી ન હતી. ત્યારે લોકોને […]

India
Arun Jaitley PTI HERO પેટ્રોલ - ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવા અંગે નાણામંત્રીએ આપ્યા આ સંકેત, જુઓ

દિલ્લી,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થઇ રહેલા સતત વધારાને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત ૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં લોકોને આશા હતી કે લોકોને રાહત મળશે. પણ બજેટમાં પણ નાણામંત્રી દ્વારા સામાન્ય લોકો માટે કોઈ રાહત આપવામાં આવી ન હતી. ત્યારે લોકોને જીએસટી કાઉન્સિલને લઇ આશા હતી કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવામાં આવશે પણ આ ઉમ્મીદ પર હાલ પુરતું પૂર્ણવિરામ મુકાતુ જોવા મળી રહ્યું છે.

નાણામંત્રી અરુણ જેટલીએ મંગળવારે આ મામલે જણાવતા કહ્યું, રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે તૈયાર નથી. રાજ્યો હાલમાં જે નિર્ણય પર સહમત છે, તે નિર્ણય પર પેટ્રોલ-ડીઝલ જીએસટીના ડાયરામાં ન આવવા જોઈએ.

બીજી બાજુ તેઓએ આશા વ્યક્ત કરી છે કે, પ્રાકૃતિક ગેસ, રિયલ એસ્ટેટ આ પહેલા જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલનો નંબર આવી શકે છે. તેઓએ કહ્યું કે, અમે પેટ્રોલ, ડીઝલ, પીવા યોગ્ય આલ્કોહોલને પણ GSTમાં લાવવા માટે પ્રયાસ કરીશું.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે તેથી રાજ્યોની રેવેન્યુમાં વધારો થતો હોય છે. આ સાથે ઓછો વેટ લાગુ કરવાવાળી રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભ ને જોતા પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે અસહમતી દર્શાવી રહ્યા છે. કારણ કે, તેઓની સામે જીએસટીના કારણે કિંમત વધવાનો ખતરો રહેશે.