Not Set/ ન્યુયોર્કઃ સૂરજ પટેલ સામે ચૂંટણીમાં ઊભેલાં કેરોલીન મેલોનીએ વંશીય ટિપ્પણી કરી

ન્યુયોર્ક, અમેરિકામાં જૂનમાં ડેમોક્રેટિક પ્રાઇમરીની ચૂંટણીમાં પોતાના સ્પર્ધક સૂરજ પટેલ સામે ઊભા રહેલા યુએસ રિપ. કેરોલીન મેલોનીએ ભારતીય-અમેરિકન દાતાઓ વિશે કરેલી ટિપ્પણીઓએ વિવાદ સજર્યો છે. આ ચૂંટણી જૂનમાં યોજાઈ રહી છે. સૂરજ પટેલ ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક છે. બઝફીડ ન્યુઝ સાથેની મુલાકાતમાં 72 વર્ષીય મેલોની (ડી-એનવાય ટ્વેલ્થ ડિસ્ટ્રિક્ટ)એ સૂરજ પટેલના ફંડરેઇઝિંગ વિશે સવાલો ઊભા કર્યા હતા […]

World
Suraj patel facebook 2 ન્યુયોર્કઃ સૂરજ પટેલ સામે ચૂંટણીમાં ઊભેલાં કેરોલીન મેલોનીએ વંશીય ટિપ્પણી કરી

ન્યુયોર્ક,

અમેરિકામાં જૂનમાં ડેમોક્રેટિક પ્રાઇમરીની ચૂંટણીમાં પોતાના સ્પર્ધક સૂરજ પટેલ સામે ઊભા રહેલા યુએસ રિપ. કેરોલીન મેલોનીએ ભારતીય-અમેરિકન દાતાઓ વિશે કરેલી ટિપ્પણીઓએ વિવાદ સજર્યો છે. આ ચૂંટણી જૂનમાં યોજાઈ રહી છે. સૂરજ પટેલ ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક છે. બઝફીડ ન્યુઝ સાથેની મુલાકાતમાં 72 વર્ષીય મેલોની (ડી-એનવાય ટ્વેલ્થ ડિસ્ટ્રિક્ટ)એ સૂરજ પટેલના ફંડરેઇઝિંગ વિશે સવાલો ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે સૂરજ પટેલના ચૂંટણીપ્રચાર દરમિયાન વિશાળ સંખ્યામાં તેમના હોમસ્ટેટ ઇન્ડિયાનામાંથી નાગરિકો ઊમટી પડે છે અને પટેલના નામે મોટી રકમ એકઠી કરેલી છે.

સૂરજ પટેલની ફંડરેઇઝિંગની સફળતા વિશે કેરોલીન મેલોનીએ જણાવ્યું હતું કે મોટા ભાગના ઇન્ડિયાના સ્ટેટના છે, જ્યાંથી સૂરજ પટેલ આવેલા છે. મોટા ભાગની વિશાળ રકમ પટેલના નામથી જ આવેલી છે, કારણ કે તેઓ પોતે પટેલ છે.
34 વર્ષના સૂરજ પટેલ મેલોની સામે ઊભેલા છે. તેમણે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેમણે ચૂંટણીભંડોળમાં 5,50,000 ડોલર એકઠા કર્યા છે તેમ બઝફીડ ન્યુઝના અહેવાલમાં જણાવાયું છે. ઓપનસીક્રેટડોટઓઆરજી વેબસાઇટના જણાવ્યા મુજબ મેલોનીએ પોતાના વર્તમાન ચૂંટણીપ્રચાર દરમિયાન 4,60,000 ડોલર એકઠા કર્યા છે.

આ ચૂંટણીના નિયમોની બહારની બાબત છે, કોંગ્રેસવુમન મેલોની? અથવા તો આ વાત પચાવવી મેલોની માટે જરા અઘરી છે?
ખરેખર તો, મેલોનીને પ્રાઇમરીની પોતાની ચૂંટણી માટે રેશમા સૌજાની તરફથી ટેકો મળ્યો છે તેમ ન્યુ યોર્ક પોસ્ટે જણાવ્યું છે. ભારતીય-અમેરિકી વકીલ અને સ્ટાર્ટ-અપ ઉદ્યોગસાહસિક રેશમા સૌજાની સન 2010માં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં કેરોલીન મેલોની સામે કારમી હાર મેળવી હતી.

સૂરજ પટેલનો જન્મ મિસિસિપીમાં થયો હતો અને તેમનો ઉછેર ઇન્ડિયાનામાં થયો હતો. તેઓ ઇન્ડિયાનાપોલિસસ્થિત સન ગ્રુપના પ્રેસિડન્ટ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં હોટેલો વિકસાવે છે અને કબજે કરે છે. તેમણે બરાક ઓબામાના પ્રમુખપદના ચૂંટણીપ્રચાર દરમિયાન કામગીરી કરી છે. તેઓ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં પણ પ્રવચનો આપેછે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં તેમના પરિવારમાંથી ઘણા બધા ઉદ્યોગસાહસિકો સંકળાયેલા છે. તેમનાં માતાપિતા ભારતથી 1970ના દાયકામાં અમેરિકા સ્થાયી થયા હતા.

સૂરજ પટેલે જણાવ્યું હતું કે ન્યુયોર્કને નક્કી કરવા દો કે પટેલો તરફથી ફંડ ઊભું કરવું એ યોગ્ય છે કે નહિ, જે હું કરી રહ્યો છું કે પછી કોર્પોરેટ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી એકઠું કરવું જે મેલોની કરી રહ્યાં છે. સૂરજ પટેલે જણાવ્યું હતું કે મને ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન-અમેરિકન પર ગર્વ છે. હું તમામ અમેરિકનોનો આભારી છે, જેઓ માને છે કે આપણને વોશિંગ્ટનમાં નવી ઊર્જા અને નવા વિચારોની જરૂર છે.

આ પ્રથમ વાર બન્યું નથી કે મેલોનીએ વંશીય ટિપ્પણી કરી હોય. જુલાઈ 2009માં સેનેટર કસ્ટર્ન ગીલીબ્રાન્ડ વિરુદ્ધ ચૂંટણીપ્રચાર ઝુંબેશમાં મેલોનીએ ઇન્ટરવ્યુમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેમણે માફી માગી હતી, પરંતુ તેમને નુકસાન થયું હતું. ત્યાર પછી તેમણે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
પોતાના નિવેદનમાં રેવ. અલ શાર્પટોને મેલોની વિશે કહ્યું હતું કે તેમના શબ્દનો ઉપયોગ ‘ચેતવણીરૂપ’ છે તેમ ન્યુ યોર્ક ડેઇલી ન્યુઝે જણાવ્યું હતું.
સિટી એન્ડ સ્ટેટે નોંધ્યું હતું કે મેલોનીનું કેમ્પેન એડ રાઇટ-વિંગ ન્યુઝ સાઇટ બ્રેઇટબાર્ટ પર જોવા મળી હતી.
ભારતીય-અમેરિકન સમુદાય મેલોનીએ સમુદાય માટે કરેલો તિરસ્કાર યાદ રાખશે. પોતાના પગલાં અને શબ્દો માટે તેમના પર નજર રહેશે.

સૂરજ પટેલે જણાવ્યું કે, આ એક્સરસાઇઝ ક્લાસીસને વિશાળ પ્રતિસાદ મળ્યો છે. મોટા ભાગના નાગરિકોએ ચૂંટણીમાં મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન અમને શ્રેષ્ઠ સ્વયંસેવકોમાંથી કેટલાક સ્વયંસેવકો મળ્યા છે. આ સારી બાબત છે.