Not Set/ ચીન : લોન્ચ થયાને થોડા સમય પછી ખાનગી કંપની દ્વારા બનાવાયેલું રોકેટ થયું ફેઈલ

ચીનની ખાનગી કંપનીનું  રોકેટ લોન્ચ થયા બાદ નિષ્ફળ થયું છે. અંતરીક્ષમાં રોકેટ મોકલવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આ રોકેટ ચીનની ખાનગી કંપની દ્વારા બનવવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજિંગમાં આવેલી ખાનગી કંપનીએ શનિવારે ZQ-1 રેકેટ લોન્ચ કર્યું જે પ્રથમ અને બીજા સ્ટેજમાં સરખું કામ ન કરવાને લીધે ત્રીજા સ્ટેજમાં ફેઈલ થઇ ગયું […]

Top Stories World Trending Videos
mmexport1540647426648 ચીન : લોન્ચ થયાને થોડા સમય પછી ખાનગી કંપની દ્વારા બનાવાયેલું રોકેટ થયું ફેઈલ

ચીનની ખાનગી કંપનીનું  રોકેટ લોન્ચ થયા બાદ નિષ્ફળ થયું છે. અંતરીક્ષમાં રોકેટ મોકલવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આ રોકેટ ચીનની ખાનગી કંપની દ્વારા બનવવામાં આવ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજિંગમાં આવેલી ખાનગી કંપનીએ શનિવારે ZQ-1 રેકેટ લોન્ચ કર્યું જે પ્રથમ અને બીજા સ્ટેજમાં સરખું કામ ન કરવાને લીધે ત્રીજા સ્ટેજમાં ફેઈલ થઇ ગયું હતું.

ત્રણ સ્ટેજવાળું રેકેટ ચીનની એક ખાનગી કંપનીએ બનાવ્યું હતું.

ચીનની એક ન્યુઝ ચેનલ દ્વારા આ રોકેટનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે આ રોકેટ ઉપરની તરફ જતું વિડીયોમાં જોઈ શકાય છે.

કંપની દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે કે આ રોકેટમાં બીજા સ્ટેજ સુધી બધું બરાબર જ હતું પરંતુ ત્રીજા સતેજ પર પહોચ્યા પછી ખરાબી દેખાવા લાગી.

ઉલ્લેખનીય છે કે આ રોકેટ સ્ટેટ બ્રોડકાસ્ટર સીસીટીવી માટે સેટેલાઈટ લઈને જઈ રહ્યું હતું.