Not Set/ પાકિસ્તાનમાં ૩૦૦૦ હજાર લોકો મકાનની તંગીને લીધે રહી રહ્યા છે ગુફામાં

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને કરાતી ૧.૬૬ બિલિયન ડોલર સિક્યોરીટી મદદની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મકાનની ઘણી તંગી છે. હજારોની સંખ્યામાં લોકોને મકાનની જગ્યાએ ગુફામાં રહેવા માટે મજબુર થવું પડ્યું છે. ઇસ્લામબાદના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગુફામાં ઘણા લોકો વસવાટ કરી […]

Top Stories World Trending
34v5t89g pakistan home caves 625x300 20 November 18 1 પાકિસ્તાનમાં ૩૦૦૦ હજાર લોકો મકાનની તંગીને લીધે રહી રહ્યા છે ગુફામાં

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને કરાતી ૧.૬૬ બિલિયન ડોલર સિક્યોરીટી મદદની અટકાયત કરી છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મકાનની ઘણી તંગી છે. હજારોની સંખ્યામાં લોકોને મકાનની જગ્યાએ ગુફામાં રહેવા માટે મજબુર થવું પડ્યું છે. ઇસ્લામબાદના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગુફામાં ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે.

Image result for people live in caves in pakistan

જો કે આ ગુફા ભૂકંપ અને બોમ્બ સામે રક્ષણ આપે તેવી છે અને મકાનની તુલનામાં ઘણી સસ્તી છે.

Image result for people live in caves in pakistan

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની રાજધાનીથી આશરે ૬૦ કિલોમીટર દૂર હસન અબ્દલ ગામમાં આશરે ૩૦૦૦ લોકો ગુફામાં વસવાટ કરી રહ્યા છે. આ ગુફાને હાથના ઉપયોગથી ખોદવામાં આવે છે અને દીવાલો પર માટીનો લેપ લગાવવામાં આવે છે. આ ગુફામાં કેટલાક રૂમ પણ હોય છે.

Image result for people live in caves in pakistan

આ ગુફામાં વસતા અમીર અમીર ઉલ્લા ખાને જણાવ્યું હતું કે અમે ગુફાને જાતે જ ખોદીએ છીએ. આ ગુફાને મોસમને અનુસાર બનાવવામાં આવે છે. ગરમીમાં આ ગુફામાં ઠંડકનો અહેસાસ થાય છે પરંતુ આ ગુફામાં રહેવું સહેલું નથી કેમ કે સૂર્યના કિરણો અહી પહોચતા જ નથી.રોશની માટે બહારથી વીજળીના તાર લાંબા કરવા પડે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઓછામાં ઓછા ૫૦ લાખ ઘર બનાવી આપવાનો વાયદો કર્યો છે.