Not Set/ PM મોદી પહોંચ્યા ચીન, વિદેશયાત્રામાં બોટમાં સવારી, તળાવના કિનારે ડીનર સહિતના શું છે કાર્યક્રમો, જુઓ

બીજિંગ, ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોચ્યા છે. ચીનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે બે દિવસીય ઔપચારિક શિખર બેઠક યોજાશે. આ ઉપરાંત તેઓ આ વિદેશ યાત્રા દરમિયાન કેટલાક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ આ દરમિયાન તેઓ ૨૪ કલાકમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે […]

Top Stories World
sdfgdsgg PM મોદી પહોંચ્યા ચીન, વિદેશયાત્રામાં બોટમાં સવારી, તળાવના કિનારે ડીનર સહિતના શું છે કાર્યક્રમો, જુઓ

બીજિંગ,

ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોચ્યા છે. ચીનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે બે દિવસીય ઔપચારિક શિખર બેઠક યોજાશે. આ ઉપરાંત તેઓ આ વિદેશ યાત્રા દરમિયાન કેટલાક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ આ દરમિયાન તેઓ ૨૪ કલાકમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ૬ મુલાકાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે ડોક્લામ મુદ્દે બોર્ડર પર જોવા મળી રહેલા તનાવ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને જોતા આ મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું, “ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રથમ ઔપચારિક ડેલીગેશન લેવલની બેઠક માટે વુહાન પહોચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન બંને રાષ્ટ્ર્નેતા અમારા દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેની વ્યૂહરચના અને લાંબા સમયના દ્રષ્ટિકોણ સાથે સમીક્ષા કરશે”.

બંને રાષ્ટ્ર્નેતાઓની દ્વિપક્ષીય બેઠક દરમિયાન બોર્ડર પાર વિવાદ, નાથુલાના રસ્તે માનસરોવર યાત્રા માટેની સંમતિ, NSG સભ્યપદ સહિતના મુદ્દાઓને હલ કરવા માટેની દિશામાં કામ કરવાની આશા છે.

જો કે વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઔપચારિક બેઠક દરમિયાન કોઈ પણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના નથી. બીજી બાજુ આ કાર્યક્રમ દરમિયાન બંને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ઔપચારિક બેઠકની સાથે સાથે ચીનના પ્રખ્યાત મ્યુઝિયમની યાત્રા અને એક મનમોહક તળાવના કિનારે રાત્રિ ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બંને રાષ્ટ્રપ્રમુખ હુબઈ પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાત લેવાના છે જ્યાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક નિશાનીઓ ઉપસ્થિત છે.

બંને રાષ્ટ્રપ્રમુખો વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય યાત્રા દરમિયાન ૬-૬ અધિકારીઓ ભાગ લેશે. ત્યારબાદ ઇસ્ટ લેકના કિનારે ડીનર પણ કરશે.

શનિવારે બંને નેતાઓ તળાવના કિનારે ફરશે, બોટમાં યાત્રા કરશે તેમજ ભોજન પણ આરોગશે.

આ યાત્રા બંને દેશોના સંબંધોને બનાવશે સ્થિર : PAL

પીપુલ્સ લિબરેશન આર્મી (પીએએલ) દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક બંને દેશોના સંબંધોને સ્થિર બનાવી શકે છે.

પીએમ મોદીની ચોથી ચીન યાત્રા

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ ચોથી ચીન યાત્રા છે. આ ઉપરાંત તેઓ આગામી ૯ અને ૧૦ જૂનના રોજ ક્વિંગદાઓ શહેરમાં આયોજિત થનારા SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન આવી શકે છે.