Not Set/ દક્ષિણ આફ્રિકા: પ્રિટોરિયામાં બે ટ્રેનના અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ, 6૨૦ લોકો ઘાયલ

પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકામાં મંગળવારે ટ્રેનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં બે પેસેન્જર ટ્રેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતના લીધે ઘટના સ્થળે ૪ લોકોના મૃત્યુ થયા છે જયારે ૬૨૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થનારા લોકોમાં ઘણાની હાલત ગંભીર છે આથી મૃત્યુઆંક હજુ વધી શકે છે.અધિકારીના કહેવા પ્રમાણે ૮૨ લોકોની […]

Top Stories World Trending
unnamed દક્ષિણ આફ્રિકા: પ્રિટોરિયામાં બે ટ્રેનના અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ, 6૨૦ લોકો ઘાયલ

પ્રિટોરિયા

દક્ષિણ આફ્રિકામાં મંગળવારે ટ્રેનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં બે પેસેન્જર ટ્રેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતના લીધે ઘટના સ્થળે ૪ લોકોના મૃત્યુ થયા છે જયારે ૬૨૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.

ઘાયલ થનારા લોકોમાં ઘણાની હાલત ગંભીર છે આથી મૃત્યુઆંક હજુ વધી શકે છે.અધિકારીના કહેવા પ્રમાણે ૮૨ લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત શા માટે થયો તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં ટ્રેન અકસ્માતમાં ૩૨૦ લોકો ઘાયલ થયા હતા.