Not Set/ આ RJ એ રેડીયોના લાઇવ શોમાં એવું કર્યું કે તમે વાંચીને ચોંકી જશો

અમેરિકાના સેંટ લુઇસના ૧૦૬.૫ FMના  ‘દ આર્ક’ સ્ટેશન RJ કેસીડે પ્રોક્ટરે રેડીયોના લાઇવ શોમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. સોમવારે પ્રોક્ટરને સવારે જ પ્રસવની પીડા ચાલુ થઇ ગઈ હતી અને રેડિયો સ્ટેશને હોસ્પીટલની અંદર જ પ્રસારણની સુવિધા કરી દીધી હતી. લાઇવ શોમાં એક દીકરાને જન્મ આપ્યા બાદ એક ઇન્ટરવ્યુંમાં પ્રોક્ટરે જણાવ્યું હતું કે, મારો આ […]

World
BABY આ RJ એ રેડીયોના લાઇવ શોમાં એવું કર્યું કે તમે વાંચીને ચોંકી જશો

અમેરિકાના સેંટ લુઇસના ૧૦૬.૫ FMના  ‘દ આર્ક’ સ્ટેશન RJ કેસીડે પ્રોક્ટરે રેડીયોના લાઇવ શોમાં એક પુત્રને જન્મ આપ્યો હતો.

સોમવારે પ્રોક્ટરને સવારે જ પ્રસવની પીડા ચાલુ થઇ ગઈ હતી અને રેડિયો સ્ટેશને હોસ્પીટલની અંદર જ પ્રસારણની સુવિધા કરી દીધી હતી.

1414 આ RJ એ રેડીયોના લાઇવ શોમાં એવું કર્યું કે તમે વાંચીને ચોંકી જશો

લાઇવ શોમાં એક દીકરાને જન્મ આપ્યા બાદ એક ઇન્ટરવ્યુંમાં પ્રોક્ટરે જણાવ્યું હતું કે, મારો આ અનુભવ હું ક્યારેય નહિ ભૂલી શકું તેટલો અદભુત હતો. ડિલીવરીએ નક્કી કરેલી તારીખ કરતા પહેલા થઇ ગઈ હતી. જેના લીધે અચાનક જ બધું આયોજન કરવું પડ્યું હતું. તેટલું જ નહી પણ જિંદગીની આ અમુલ્ય ક્ષણને શ્રોતાઓ સાથે શેર કરવા માટેનો અનુભવ શાનદાર રહ્યો હતો અને મને આ ઘટના પાછળ કઈ નવીન નથી લાગતું કેમ કે, હું મારા જિંદગીની દરેક બાબતોને મારા શ્રોતાઓ સાથે શેર કરું છું. તમને જણાવી દઈએ કે, બાળકના જન્મ પહેલા રેડિયો પર તેના નામને લઈને વોટીંગ શરુ થઇ ગયું હતું.

પ્રોગ્રામના ડાયરેક્ટર સ્કૉટ રોડીએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે, દંપતી દ્વારા નક્કી કરેલા ૧૨ નામો પર અમે વોટીંગ શરુ કર્યું અને આ વોટીંગએ બાળકના જન્મ સુધી ચાલુ રાખ્યું હતું.

વોટીંગના અંતે બાળકનું નામ જેમસન રાખવામાં આવ્યું છે. હાલ થોડા સમય માટે પ્રોક્ટરે મેટરનિટી લીવ લીધી છે.