Not Set/ વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત

બારીનાસ, વેનેઝૂએલામાં ભોજનની તંગીના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જે દરમિયાન થયેલ ખેંચતાણમાં ત્યાના લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા છે. દેશના પશ્ચિમ ભાગમાં આવેલ એંડીએન રાજ્યમાં ભોજન ન મળવાથી ભીડે એક ફુડ સેલેક્શન સેન્ટર અને એક સુપર માર્કેટ પર હુમલો કર્યો હતો. તેમજ ભારે તોડફોડ મચાવી હતી. એટલુ જ નહીં લોકોએ નજીકના […]

World
download 7 3 વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત
બારીનાસ,
વેનેઝૂએલામાં ભોજનની તંગીના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જે દરમિયાન થયેલ ખેંચતાણમાં ત્યાના લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા છે. દેશના પશ્ચિમ ભાગમાં આવેલ એંડીએન રાજ્યમાં ભોજન ન મળવાથી ભીડે એક ફુડ સેલેક્શન સેન્ટર અને એક સુપર માર્કેટ પર હુમલો કર્યો હતો. તેમજ ભારે તોડફોડ મચાવી હતી. એટલુ જ નહીં લોકોએ નજીકના ખુલ્લા વિસ્તારમાં ઘાસ ચરી રહેલ પશુની પણ હત્યા કરી દીધી હતી. ભોજનની તંગીના કારણે સમગ્ર દેશમાં રમખાણો જેવી સ્થતિ છે.
એક વિપક્ષી સાંસદે જણાવ્યુ હતું કે, ભોજનના અભાવે છેલ્લા ૨ દિવસમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા ૪ વર્ષથી સતત મંદી અને દુનિયામાં સૌથી વધુ મોંઘવારી દરના કારણે વેનેજુએલામાં લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે નિકોલસ માદુરોનુ સામ્યવાદી શાસન સંકટમાં છે.

480DB34E00000578 5262257 image a 37 1515754926515 વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત

એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે ભૂખ્યા લોકોએ એક ટ્રકને પણ લુંટ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં દર્શાવાયુ છે કે, કઈ રીતે એક ટોળુ ગાયનો પીછો કરે છે અને ત્યારબાદ તેની હત્યા કરી દે છે.

480DAEED00000578 5262257 image m 35 1515754905793 વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત 480DAEF900000578 5262257 image a 36 1515754913144 વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત

વીડિયોમાં જણાવાયુ છે કે, ભૂખથી હેરાન લોકો હવે શિકાર કરીને કાચુ માંસ ખાવા મજબુર બન્યા છે. સાંસદ પાપારોનીએ જણાવ્યુ હતું કે, ભૂખના માર્યા લોકો અત્યાર સુધી ૫૦૦થી વધુ પશુઓની હત્યા કરી
ચુક્યા છે.