Not Set/ લખનઉમાં શરૂ થશે ઈન્ટરનેટ ડિ-એડિક્શન ક્લિનિક

લખનઉઃ સોશ્યલ મીડિયાના વ્યસની બનેલા યંગસ્ટર્સને કાઉન્સેલિંગ પૂરી પાડવા માટે અહીંની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં ખાસ ઈન્ટરનેટ ડિ-એડિક્શન ક્લિનિક શરૂ કરવામાં આવશે. કિશોરોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના મનોચિકિત્સા વિભાગ દ્વારા આ સ્પેશ્યલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. વિભાગના વડા પ્રોફેસર પી કે દલાલે આ અંગે જણાવ્યું કે અનેક પ્રકારન સોશ્યલ મીડિયા ટૂલ્સ- પ્લેટફોર્મ જેવા કે […]

Trending
IAD1 લખનઉમાં શરૂ થશે ઈન્ટરનેટ ડિ-એડિક્શન ક્લિનિક

લખનઉઃ સોશ્યલ મીડિયાના વ્યસની બનેલા યંગસ્ટર્સને કાઉન્સેલિંગ પૂરી પાડવા માટે અહીંની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં ખાસ ઈન્ટરનેટ ડિ-એડિક્શન ક્લિનિક શરૂ કરવામાં આવશે.

કિશોરોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના મનોચિકિત્સા વિભાગ દ્વારા આ સ્પેશ્યલ ક્લિનિક શરૂ કરવામાં આવશે.

વિભાગના વડા પ્રોફેસર પી કે દલાલે આ અંગે જણાવ્યું કે અનેક પ્રકારન સોશ્યલ મીડિયા ટૂલ્સ- પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટ્ટર, મોબાઇલ ગેમ્સ અને ઇન્સ્ટાગ્રામને કારણે અનેક લોકોમાં માનસિક વિકૃતિઓથી પિડાતી હોવાનું સામે આવ્યું છે.

બેંગાલુરુસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (એનઆઈએમએચએએનએસ) દ્વારા ચાર વર્ષ અગાઉ શટ ક્લિનિક શરૂ કરવામાં આવી હતી જે ટેકનોલોજીના હેલ્થી યુઝ અંગેની સેવા આપતી હતી. પ્રથમ શટ ક્લિનિકની સફળતાને પગલે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના મનોચિકિત્સા વિભાગ દ્વારા પણ આ પ્રકારની ખાસ ક્લિનિક શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આખો દિવસ સોશ્યલ મીડિયા પર સમય પસાર કરનારા અને માનસિક હતાશા અને વિકૃતિનો શિકાર બનનારા કિશોરો અને યંગસ્ટર્સને આ ક્લિનિકના માધ્યમથી કાઉન્સેલિંગ કરવામાં આવશે. સોશ્યલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવા અંગે તેમને સમજાવવામાં આવશે અને તેના ગેરલાભ પણ જણાવાશે.

ઘણા કિશોરો એવા પણ હોય છે કે જેઓ છુપાઈને સ્માર્ટ ફોનના માધ્યમથી આવી રીતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો આખો દિવસ ઉપયોગ કરતાં હોય છે. માતાપિતાને પણ સંતાનો પાસે ફોન છે તેની જાણકારી હોતી નથી. સતત સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવાને કારણે અભ્યાસ અને તંદુરસ્તી ઉપર પણ અસર પડતી હોય છે. જેને કારણે તેઓ જીદ્દી બને છે, તેમની આંખો પર અસર પડે છે, તેઓ બળવાની સ્થિતિમાં આવી જાય છે અને ધ્યાનથી ભડકી જાય છે. ખાસ કરીને શહેરી ગ્રામીણ અને ઉપનગર-પરાં વિસ્તારોમાં આવી સમસ્યા વધારે જોવા મળી રહી હોવાનું પણ જાણવા મળે છે