Not Set/ બાબરા/ ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાને રજુઆત

બાબરામાં ભૂગર્ભ ગટરના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ નગરપાલિકા પ્રમુખ ભૂગર્ભ ગટરના નબળા કામ સબબ સ્વખર્ચે હાઇકોર્ટેમાં અપીલ  દાખલ કરી છે ત્યારે આ બાબતે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાને પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે […]

Gujarat Others
Kunvarji Bavaliya BJP બાબરા/ ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાને રજુઆત

બાબરામાં ભૂગર્ભ ગટરના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ નગરપાલિકા પ્રમુખ ભૂગર્ભ ગટરના નબળા કામ સબબ સ્વખર્ચે હાઇકોર્ટેમાં અપીલ  દાખલ કરી છે ત્યારે આ બાબતે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાને પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે બાબરામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સને ૨૦૧૭/૧૮માં રૂપિયા ૨૧ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું પણ શરૂઆતથી શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ નબળું અને ભ્રષ્ટાચાર યુક્ત થતું હોવાની સ્થાનિક લોકો અને આગેવાનોમાંથી ફરિયાદ ઉઠવા પામી હતી પણ યોગ્ય સમયે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ આંખ આડા કાન કરતા કોન્ટ્રાક્ટ દ્વારા બે ફામ રીતે ગટરનું કામ પૂર્ણ કરી લોકોને કનેક્શન આપી દીધા જેના પરિણામ સ્વરૂપ આજે શહેરના લગભગ વિસ્તારોમાં ગટર નું કુંડીઓ તૂટી ગયેલ છે તેમજ પાણી બહાર આવતા ભયંકર ગંદકી સર્જાય છે અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે

ભૂગર્ભ ગટરના કારણે સર્જાતી ગંદકીના કારણે નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનને મોટો ધક્કો

તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે શહેરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી થઈ હોવા છતાં ૨૦૧૮માં નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર પણ આપી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તો આ પ્રમાણપત્ર આપનાર અધિકારીની પણ યોગ્ય તપાસ થવી જોઈએ હાલ ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી પીવાની પાણી પાઇપ લાઈનમાં ભળી રહ્યું છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણશે તે પહેલાં આપના વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી પ્રબળ લાગણી અને માંગણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.