Not Set/ મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી સામે જ રાષ્ટ્રધ્વજનું અપમાન

મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી આદિત્યનાથ સામે જ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સીએમ યોગી મોરેશિયસના અપ્રવાસી ઘાટ પર મુલાકાતે પહોચ્યા હતા ત્યારે મુલાકાતીઓની પુસ્તકમાં સહી કરવા માટે જ્યાં બેઠા હતા ત્યારે ત્યાં તિરંગો ઉંધો લગાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મોરેશિયસના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માફી માંગવામાં આવી હતી. સીએમ યોગી દ્વારા પોતે જ […]

Top Stories
મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી સામે જ રાષ્ટ્રધ્વજનું અપમાન

મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી આદિત્યનાથ સામે જ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સીએમ યોગી મોરેશિયસના અપ્રવાસી ઘાટ પર મુલાકાતે પહોચ્યા હતા ત્યારે મુલાકાતીઓની પુસ્તકમાં સહી કરવા માટે જ્યાં બેઠા હતા ત્યારે ત્યાં તિરંગો ઉંધો લગાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મોરેશિયસના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માફી માંગવામાં આવી હતી.

સીએમ યોગી દ્વારા પોતે જ ટ્વિટર હેન્ડલમાં આ ફોટો શેર કર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થતા યુઝરોએ તેમના પર નિશાન સાધ્યું હતું. જો કે ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી મુખ્યમંત્રીના ટ્વિટર હેન્ડલમાંથી આ ફોટાને દૂર કરવામાં આવ્યો હતો.