Gandhinagar News/ આત્મનિર્ભર ગુજરાત-2022 હેઠળ રૂ. 1371 કરોડના રોકાણને મંજૂરી

ગુજરાતને વૈશ્વિક સ્તરે Investment માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે મોટા ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા

Gujarat Gandhinagar
Investment

Gandhinagar News : ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ (Investment) માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં મોટા ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટર માટેની ‘આત્મનિર્ભર ગુજરાત-2022’ યોજના હેઠળ રાજ્યના ત્રણ મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર એનાયત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લાવાર અને સેક્ટરવાર Investment

આ બેઠકમાં કુલ રૂ. 1371.38 કરોડનું મૂડીરોકાણ (Investment) ધરાવતી 3 મોટા ઉદ્યોગોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. જિલ્લાવાર અને સેક્ટરવાર રોકાણ (Investment) ની વાત કરીએ તો, ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ. 491.28 કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. 402.08 કરોડ, તથા વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં રૂ. 478.02કરોડના મૂડીરોકાણ (Investment) ને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી મળી છે. આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ સક્ષમ બનાવવામાં અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે.

રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે IFP (Investor Facilitation Portal) હેઠળ ઓનલાઇન મોડ્યુલનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહે છે, જેથી કોઈ પણ હાર્ડકોપીની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, સરકારના ‘ફીઝીકલ ટચ પોઈન્ટ’ નિવારવાના અભિગમને કારણે અરજીઓનો નિકાલ અત્યંત ઝડપી અને પારદર્શી બન્યો છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટરની આ અરજીઓ પર 2 મહિનાથી પણ ઓછા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા એકમોને નેટ એસ.જી.એસ.ટી. (Net SGST), વ્યાજ સહાય અને ઇ.પી.એફ (EPF) રીએમ્બર્સમેન્ટ જેવા લાભો મળવાપાત્ર થશે.

આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર  પી સ્વરૂપ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અપૂર્વ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાતના ટેક્ષટાઇલ ક્ષેત્રે નવી ગતિ: 11 એકમોને રૂ. 202 કરોડની સંભવિત સહાય મંજૂર

રાજ્યના ટેક્ષટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ સમિતિની છઠ્ઠી બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ‘ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-2019’ હેઠળ કુલ 11 નવા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરીફ સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં રૂ. 668.34કરોડનું નવું મૂડીરોકાણ (Investment) આવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. ઉલ્લેખનીય છે કે, આ મંજૂર થયેલા એકમોને આગામી 5 વર્ષમાં સરકાર દ્વારા અંદાજે રૂ. 202કરોડ જેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જે ગુજરાતના ટેક્ષટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્પર્ધામાં વધુ સક્ષમ બનાવશે.


આ પણ વાંચો : શન મંગલમ’ થકી મહિલાઓ બની ‘આત્મનિર્ભર ગુજરાત’નો આધાર…ગાંધીનગરની ‘મંગલમ કેન્ટીન’ ઝળહળતું ઉદાહરણ…

આ પણ વાંચો : ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્ર માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ’ જાહેર

આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી