Not Set/ IPL 2018 : બોલરોની ઘાતક બોલિંગના સહારે હૈદરાબાદે ૩૧ રને મેળવી શાનદાર જીત

મુંબઈ, મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૩૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે. લો સ્કોરિંગ મેચમાં SRH દ્વારા આપવામાં આવેલા માત્ર ૧૧૯ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા યજમાન મુંબઈની ટીમ ૧૮.૫ ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી અને હૈદરાબાદની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો. સનરાઈઝર્સ […]

Sports
UTOTOT IPL 2018 : બોલરોની ઘાતક બોલિંગના સહારે હૈદરાબાદે ૩૧ રને મેળવી શાનદાર જીત

મુંબઈ,

મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૩૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે. લો સ્કોરિંગ મેચમાં SRH દ્વારા આપવામાં આવેલા માત્ર ૧૧૯ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા યજમાન મુંબઈની ટીમ ૧૮.૫ ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી અને હૈદરાબાદની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયના હિરો ઝડપી બોલર સિદ્ધાર્થ કોલ, સ્પિન બોલર રાશિદ ખાન અને મિડલ ઓર્ડર બેટ્સમેન યુસુફ પઠાણ રહ્યા હતા. પરંતુ રાશિદ ખાનને તેની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રાશિદ ખાને ૪ ઓવરમાં માત્ર ૧૧ રન આપી ૨ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ ૧૮.૪ ઓવરમાં માત્ર ૧૧૮ રન બનાવી તંબુભેગી થઈ હતી.  SRH તરફથી કેપ્ટન કેન વિલિયમસને ૨૧ બોલમાં ૨૯ રન બનાવી આઉટ થયો હતો જયારે યુસુફ પઠાણે મેચની અંતિમ ઓવરોમાં ૨૯ રન ફટકાર્યા હતા. આ સિવાય SRHનો કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.  MIની ટીમ તરફથી ઝડપી બોલર મૈક્લેનેગન, ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પાંડયા તેમજ સ્પિન બોલર માર્કંડેએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૧૯ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર લુઇસ માત્ર ૫ રન બનાવી ઝડપી બોલર સંદિપ શર્માનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે સૂર્યકુમાર યાદવે ૩૪ રન નોધાવ્યા હતા.

જો કે ત્યારબાદ માત્ર કૃણાલ પાંડયાએ ૨૪ રન બનાવ્યા હતા અને SRHના ઘાતક બોલિંગ સામે MIની ટીમનો કોઈ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો ન હતો. હૈદરાબાદ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ કોલે સૌથી વધુ ૩ વિકેટ જયારે સ્પિન બોલર રાશિદ ખાન અને બસિલ થમ્પીએ અનુક્રમે  ૨-૨ વિકેટ ઝડપી હતી.