Not Set/ બ્રાવોએ IPLમાં રચ્યો ઇતિહાસ: ચેન્નાઇ તરફથી સર્વાધિક 100 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો

મુંબઇ, વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઇએ ચેન્નાઇને 37 રને હરાવીને ચેન્નાઇનો વિજયરથ અટકાવ્યો હતો. જો કે ચેન્નાઇની હાર છતાં ડ્વેન બ્રાવોએ આ મેચમાં ઇતિહાસ રચ્યો હતો. બ્રાવોએ સૂર્યકુમાર યાદવની વિકેટ ખેરવીને આઇપીએલના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં તેનું નામ લખાવ્યું હતું.  બ્રાવો ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી સર્વાધિક 100 વિકેટ લેનાર પહેલો […]

Uncategorized
bravo બ્રાવોએ IPLમાં રચ્યો ઇતિહાસ: ચેન્નાઇ તરફથી સર્વાધિક 100 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો

મુંબઇ,

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઇએ ચેન્નાઇને 37 રને હરાવીને ચેન્નાઇનો વિજયરથ અટકાવ્યો હતો. જો કે ચેન્નાઇની હાર છતાં ડ્વેન બ્રાવોએ આ મેચમાં ઇતિહાસ રચ્યો હતો. બ્રાવોએ સૂર્યકુમાર યાદવની વિકેટ ખેરવીને આઇપીએલના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં તેનું નામ લખાવ્યું હતું.  બ્રાવો ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી સર્વાધિક 100 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બ્રાવોએ મુંબઇ વિરુદ્વ કુલ 28 વિકેટ ઝડપી છે, જે મુંબઇ વિરુદ્વ કોઇ બોલર દ્વારા લેવાયેલી સર્વાધિક વિકેટ છે.

બ્રાવો આ સીઝનમાં કુલ 7 વિકેટ લઇ ચૂક્યો છે. વાનખેડેમાં રમાયેલી અગાઉની મેચમાં તેને ધુવાંધાર બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 30 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી.

ચેન્નાઇ તરફથી રમતા બ્રાવાએ કુલ 100 વિકેટ તેના નામે કરી છે. સૂર્યકુમારની વિકેટ ઝડપતા જ તે ચેન્નાઇ તરફથી 100 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે.