વિશ્વ/ ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે નહિ કરે મુલાકાત

irans-newly-elected-president-ebrahim-raisi-said-will-not-meet-joe-biden

World
લીંબુ મરચા 7 ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે નહિ કરે મુલાકાત

ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈશએ કહ્યું છે કે તે તેહરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર કોઈ સમાધાન કરવા માંગતા નથી. સાથે જ તે પ્રાદેશિક મીલીશીયાના મુદ્દા પર પણ વાતચીત કરવા માંગતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનને પણ મળવા માંગતા નથી.

દરમિયાન, જ્યારે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈશને જયારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 1988 ના લગભગ 5000 લોકોના નરસંહારમાં સામેલ છે તો તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાને “માનવાધિકારના રક્ષક જણાવ્યા હતા.

રઈશએ તથાકથિત ‘ડેથ પેનલ’નો એક ભાગ હતો. જેમાં 1980 ના દાયકાના અંતમાં ઈરાન-ઇરાક યુદ્ધના અંત પછી રાજકીય કેદીઓને સજા આપી હતી. રિશે શુક્રવારે ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ સોમવારે પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, “અમેરિકા ઈરાન વિરુદ્ધના તમામ કડક પ્રતિબંધો પાછો ખેંચવા માટે બંધાયેલો છે.” લગભગ એક કલાક ચાલેલી પ્રેસ કોન્ફરન્સમાં તે પહેલા થોડા નર્વસ જણાય હતા. પરંતુ બાદમાં તે સામાન્ય થઈ ગયા હતા.

ઈરાનના બેલિસ્ટિક પ્રોગ્રામ અને પ્રાદેશિક લશ્કર માટેના સમર્થન અંગે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિ રઈશે કહ્યું કે આ મુદ્દાઓ પર “કોઈ સમાધાન” થઈ શકે નહીં.

સાઉદી અરેબિયા અને ઇઝરાઇલ જેવા દુશ્મનોથી પોતાનું સંતુલન જાળવવા ઈરાન, યમનના હુતિ અને લેબેનોનના હિઝબોલ્લાહ જેવા પ્રાદેશિક લશ્કર પર આધાર રાખે છે. તેહરાન પાસે 1979 ના ઇસ્લામિક ક્રાંતિની શરૂઆતથી લડાકુ વિમાનો છે, તેથી જ તે પ્રાદેશિક અરબ પડોશીઓ વિરુદ્ધ મિસાઇલોમાં રોકાણ કરે છે. તેના પાડોશી અરબ દેશોએ છેલ્લા કેટલાક વર્ષોમાં યુ.એસ. પાસેથી અબજો ડોલરના હથિયારો ખરીદ્યા છે.

ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામનીના વિશ્વાસપાત્ર રઈશ પર નરસંહારમાં સામેલ થવા પર અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો છે. શુક્રવારે તેમનો વિજય ઇસ્લામિક પ્રજાસત્તાકના ઇતિહાસમાં સૌથી ઓછા મતદાન વચ્ચે આવ્યો હતો.