IND vs IRE/ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને આપ્યો 228 રનનો મોટો ટાર્ગેટ, દીપક હુડાની સદી, સંજુ સેમસને ફટકારી ફિફ્ટી

ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે મેચની T20 સીરીઝની છેલ્લી મેચ ડબલિનમાં રમાઈ રહી છે દીપક હુડાની ધમાકેદાર સદી અને સંજુ સેમસનની ઝડપી ફિફ્ટીના કારણે ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો

Top Stories Sports
6 2 21 ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને આપ્યો 228 રનનો મોટો ટાર્ગેટ, દીપક હુડાની સદી, સંજુ સેમસને ફટકારી ફિફ્ટી

ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે મેચની T20 સીરીઝની છેલ્લી મેચ ડબલિનમાં રમાઈ રહી છે. દીપક હુડાની ધમાકેદાર સદી અને સંજુ સેમસનની ઝડપી ફિફ્ટીના કારણે ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો. હવે આયર્લેન્ડને મેચ જીતવા માટે 228 રનનો ટાર્ગેટ છે.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાના દિપક હુડ્ડાએ ખતરનાક બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે માત્ર 57 બોલમાં 104 રન બનાવ્યા હતા. દીપકની સાથે સંજુ સેમસન પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. સંજુએ 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી માર્ક એડેરે 3 વિકેટ લીધી હતી. જ્યારે જોશુઆ લિટલ અને ક્રેગ યંગે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારત – 227/7 (20 ઓવર)

પહેલી વિકેટ – ઈશાન કિશન, 3 રન 13/1

બીજી વિકેટ – સંજુ સેમસન, 77 રન 189/2

ત્રીજી વિકેટ – સૂર્યકુમાર યાદવ, 15 રન 206/3

ચોથી વિકેટ – દીપક હુડ્ડા, 104 રન 212/4

પાંચમી વિકેટ – દિનેશ કાર્તિક, 0 રન 217/5

6ઠ્ઠી વિકેટ – અક્ષર પટેલ, 0 રન 217/6

7મી વિકેટ – હર્ષલ પટેલ, 0 રન 226/7