Hair Care Tips/ શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ ભરાવદાર અને ચમકીલા હોય, પણ આજકાલ લોકો વાળને લગતી ઘણી સમસ્યાઓથી પરેશાન છે. વાળ ખરવાની સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર ની જરૂર પડે છે. વાળ પર આપણા ખાન-પાનની અસર પડે છે તો તેની બરાબર […]

Fashion & Beauty Lifestyle
Untitled 14 શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ ભરાવદાર અને ચમકીલા હોય, પણ આજકાલ લોકો વાળને લગતી ઘણી સમસ્યાઓથી પરેશાન છે. વાળ ખરવાની સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર ની જરૂર પડે છે. વાળ પર આપણા ખાન-પાનની અસર પડે છે તો તેની બરાબર કેર ન થવાને કારણે પણ વાળ પાતળા થઈ રહ્યા છે. પાતળા વાળમાં કોઈ હેરસ્ટાઈલ સારી લાગતી નથી. જો તમે પણ વાળ પાતળા થવાની સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઉપાય તમારી મદદ કરી શકે છે.

આંમળાનો જ્યૂસ વાળને લાંબા અને ઘાટા બનાવે છે. જો તમે પણ તમારા વાળને જાડા અને કાળા બનાવવા ઈચ્છો છો રોજ સ્નાન કરતા પહેલા થોડીવાર વાળમાં આંમળા અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.

Untitled 13 શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય

 

ઓછું ચીકણું હોય તેવું તેલ વાપરો

જો તમારા વાળ પાતળા છે તો તમારે હળવા અને ઓછા ચીકણા હેર ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા વાળમાં કોકોનટ ઓઈલ કે રોઝમેરી ઓઈલ લગાવી શકો છો. તેનાથી વાળ વધુ ચીકણાં નહી થાય અને વાળની મજબૂતી પણ વધશે.

Untitled 10 શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય

વાળને મજબૂત બનાવશે ડુંગળીનો રસ

ઘણીવાર વાળ પાતળા હોવાની સાથે રૂક્ષ પણ દેખાય છે. તેના માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળમાં ડુંગળીનો રસ લગાવો. તેનાથી વાળ ચમકીલા બનશે.

Untitled 11 શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય

યોગ્ય શેમ્પૂ પસંદ કરો

સૌથી પહેલા એ વાત પર ધ્યાન આપો કે તમારૂ શેમ્પૂ તમારા વાળ માટે સારૂ છે કે નહી. તમારા વાળ માટે એવું શેમ્પૂ પસંદ કરો જે વાળ માટે સારૂ હોય. તમે તમારા વાળ માટે કોઈ સારી બ્રાન્ડનું શેમ્પૂ ખરીદી શકો છો.

Untitled 12 શું તમારા વાળ પણ સતત પાતળા થઈ રહ્યા છે? તો અપનાવો આ ઉપાય