Hamas Israel War/ ઇઝરાયેલના PM નેતન્યાહૂની હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનને આપી ચેતવણી

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને તેમના ઈરાની સમર્થકોને ચેતવણી આપી છે કે જો તેઓ યુદ્ધમાં જોડાશે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે

Top Stories World
8 13 ઇઝરાયેલના PM નેતન્યાહૂની હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનને આપી ચેતવણી

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને તેમના ઈરાની સમર્થકોને ચેતવણી આપી છે કે જો તેઓ યુદ્ધમાં જોડાશે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ ઈરાન અને હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે, “ઉત્તરી સરહદ પર અમારી પરીક્ષા ન કરો.” ભૂતકાળની ભૂલો ન કરો. આજે તમે જે કિંમત ચૂકવશો તે વધુ ભારે હશે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં બંને તરફથી સતત મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે.ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેનું યુદ્ધ સોમવારે તેના 10મા દિવસમાં પ્રવેશ્યું છે અને તે વધુ વધવાની ધારણા છે. ઇઝરાયેલી સેનાએ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

આ માટે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને હમાસ આતંકવાદીઓને મારી રહ્યું છે. વાસ્તવમાં, આ યુદ્ધ હમાસ આતંકવાદી સંગઠન દ્વારા 7 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે અચાનક આતંકવાદીઓએ ઇઝરાયેલના સરહદી વિસ્તારોમાં લોકોને બંધક બનાવી લીધા હતા અને તેમાંથી ઘણાને ગોળી મારી દીધી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. આ યુદ્ધમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશો ઈઝરાયેલની સાથે છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં લગભગ 1,300 ઈઝરાયેલ અને 2,670 પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે.