Not Set/ આગામી સમયમાં ISRO‘ચંદ્રયાન 3’લોન્ચ કરશે, જાણો ક્યારે…

ચંદ્રયાન-3 મિશનને આગામી ઓગસ્ટ મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.

Top Stories India
ચંદ્રયાન

ભારતના અંતરિક્ષ પરિક્ષણ પર સૌ કોઈ નજર રાખીને બેઠા છે. આ અંતર્ગત ખુબ જ મહત્વાકાંક્ષી ગણાતા ચંદ્રયાન-3 મિશનને આગામી ઓગસ્ટ મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો:સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર સ્વરા ભાસ્કરનું ટ્વિટ, કહ્યું, ભડાકેદાર ભાષણ…

મિશન ચંદ્રયાન-3:
ઈસરો આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં, ચંદ્ર મિશન દરમિયાન, ઈસરોનું અવકાશયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. અને આ રીતે મિશન નિષ્ફળ ગયું હતું. વાસ્તવમાં, અવકાશ વિભાગે ચંદ્ર મિશનમાં વિલંબ સંબંધિત પ્રશ્નોના જવાબમાં લોકસભામાં સમયરેખા જાહેર કરી હતી. અવકાશ વિભાગે એક લેખિત જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-2 મિશનમાંથી શીખેલા પાઠ અને વૈશ્વિક નિષ્ણાંતોના સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે.

કોરોનાને કારણે વિલંબઃ
મિશનમાં સતત વિલંબ થવાના કારણો અંગેના પ્રશ્નોના જવાબમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે,કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ-સંચાલિત મોડલના બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ્સની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. ચંદ્રયાન-3 મિશન 2021માં લોન્ચ થવાનું હતું, પરંતુ રોગચાળાને કારણે તેમાં વિલંબ થતો ગયો.

આ પણ વાંચો:GATE 2022 પરીક્ષા મોકૂફ નહીં રહે, નિર્ધારિત તારીખે યોજાશે પરીક્ષા: SC

આ પણ વાંચો:” જે દાયકોઓથી નથી થયું તે અમે 5 વર્ષમાં કર્યું”: યોગી આદિત્યનાથ