Not Set/ વડોદરા/ IT વિભાગ દ્વારા 1500 કરોડના ટેક્સ ડિમાન્ડની નોટિસ ઇસ્યુ

વડોદરા:20 અગ્રણી કરદાતાઓને ITની નોટિસ ITની શહેરના અગ્રણી જવેલર્સ ને 35 કરોડની નોટિસ નોટબંધી વખતે જવેલર્સે જંગી નાણાં બેંકમાં જમા કરાવ્યા હતા જવેલર્સ, બિલ્ડર્સ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ સમગ્ર રાજ્યમાં 1400 કરદાતાઓ ને ટેક્સ ડિમાન્ડ નોટિસ 1500 કરોડના ટેક્સ ડિમાન્ડની નોટિસ ઇસ્યુ કરાઇ IT દ્વારા નોટિસ પાઠવવામાં જવેલર્સની સંખ્યા વધુ વડોદરા ખાતે આઈટી વિભાગ […]

Gujarat Vadodara
it વડોદરા/ IT વિભાગ દ્વારા 1500 કરોડના ટેક્સ ડિમાન્ડની નોટિસ ઇસ્યુ

વડોદરા:20 અગ્રણી કરદાતાઓને ITની નોટિસ

  • ITની શહેરના અગ્રણી જવેલર્સ ને 35 કરોડની નોટિસ
  • નોટબંધી વખતે જવેલર્સે જંગી નાણાં બેંકમાં જમા કરાવ્યા હતા
  • જવેલર્સ, બિલ્ડર્સ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ
  • સમગ્ર રાજ્યમાં 1400 કરદાતાઓ ને ટેક્સ ડિમાન્ડ નોટિસ
  • 1500 કરોડના ટેક્સ ડિમાન્ડની નોટિસ ઇસ્યુ કરાઇ
  • IT દ્વારા નોટિસ પાઠવવામાં જવેલર્સની સંખ્યા વધુ

વડોદરા ખાતે આઈટી વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ  જવેલર્સ, બિલ્ડર્સ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટબંધી વખતે વિવિધ જવેલર્સ દ્વારા જંગી નાણાં બેંકમાં જમા કરાવ્યા હતા, આ કેસમાં વડોદરાના એક અગ્રણી જવેલર્સને રૂ. ૩૫ કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ આઈટી વિભાગે આપી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં જવેલર્સ સહિત રેસ્ટોરાં, પેટ્રોલપંપના સંચાલકો અને બિલ્ડરોને ત્યાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં  ૨૦ ધંધાદારીઓને ટેકસ ડિમાન્ડ નોટિસ અપાઈ છે.  વડોદરાનાં જે જવેલર્સને નોટિસ આપી છે તે ગુજરાતમાં ત્રીજા નંબરની સૌથી મોટી ટેક્સ ડિમાન્ડની નોટિસ  હોવાનું જાણવા મળ્યું છે.

નોટબંધી બાદ જૂની નોટસ સામે સોનાનું વેચાણ કરીને બેંકમાં જમા કરાવનાર  ગુજરાતના 1400 જેટલા જવેલર્સને નોટીસ પાઠવવામાં આવી છે.  આશરે ૧૫૦૦ કરોડની ટેકસ ડિમાન્ડની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

આ આઈટી વિભાગના સર્ચ ઓપરેશનને કારણે જવેલર્સ લોબીમાં સન્નાટો વ્યાપી ગયો છે.  સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ દ્વારા આ મુદ્દે સીબીડીટીના  અધ્યક્ષ સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી.

વર્ષ ૨૦૧૬-૧૭માં નોટબંધીના સમયગાળામાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની કેશ ડિપોઝિટ મોટા પાયે થઈ હતી. જેના કારણે આઈટી વિભાગે બિલ્ડરો,  કોન્ટ્રાકટરો, જવેલર્સ પેટ્રોલપંપના સંચાલકોને સાણસામાં લઈ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો ક્યાંથી મેળવી, એકસચેંજ કરી અને કેશ ડિપોઝિટ કરી તેની કાયદેસર વિગતો પૂરી પાડવા નોટિસો ફટકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.