Not Set/ જુમ્માની નમાઝ દરમિયાન થયું એવું કે મસ્જીદમાં નાસભાગ મચી ગઈ……

મેરઠ શહેરના થાણા લિસાદી ગેટ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન મહંમદિયા મસ્જિદની દિવાલ ધરાશાયી થતાં અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી બેના મોત અંગે માહિતી મળી રહી છે. હકીકતમાં, શુક્રવારની નમાઝ દરમિયાન કેટલાક લોકો મસ્જિદમાં બેઠા નમાઝ પઢી રહ્યા હતા. મસ્જિદની ઉપરની ઓરડીની દિવાલ ધરાશાયી થતાં અચાનક નમાઝ પઢનારા લોકો તેમાં દટાઈ […]

India
namaz 415x246 1 જુમ્માની નમાઝ દરમિયાન થયું એવું કે મસ્જીદમાં નાસભાગ મચી ગઈ......

મેરઠ શહેરના થાણા લિસાદી ગેટ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન મહંમદિયા મસ્જિદની દિવાલ ધરાશાયી થતાં અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી બેના મોત અંગે માહિતી મળી રહી છે.

હકીકતમાં, શુક્રવારની નમાઝ દરમિયાન કેટલાક લોકો મસ્જિદમાં બેઠા નમાઝ પઢી રહ્યા હતા. મસ્જિદની ઉપરની ઓરડીની દિવાલ ધરાશાયી થતાં અચાનક નમાઝ પઢનારા લોકો તેમાં દટાઈ ગયા હતા. દિવાલ નીચે દટાયેલા લોકોનીબુમાબમથી આખી મસ્જિદમાં ભારે નાસભાગ સર્જાઈ હતી. આસપાસના લોકોઓએ ઇજાગ્રસ્તોને કાટમાળ નીચેથી બચાવી તાત્કાલિક નજીકના નર્સિંગ હોમમાં દાખલ કર્યા. આ દરમિયાન પોલીસે 2 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

Screenshot 20210723 162807 Gallery જુમ્માની નમાઝ દરમિયાન થયું એવું કે મસ્જીદમાં નાસભાગ મચી ગઈ......

અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. સિટી મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. હાલમાં દિવાલ પડી જવાના કારણો જાણકારી મેળવામાં આવી રહી છે.

ઘટના સ્થળે પહોંચેલા શહેર ધારાસભ્ય રફીક અન્સારીનું કહેવું છે કે આ ઘટના ખૂબ ગંભીર છે અને પોલીસ અને વહીવટીતંત્રનું સકારાત્મક પાસું સામે આવ્યું છે, ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓને સમયસર સારવાર મળી હતી.