Political/ આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે જ છે તે સમજવુ ખોટું છે : રાહુલ ગાંધી

કૃષિ કાયદા અંગે ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ખેડૂતોનાં પ્રશ્નો દેશવાસીઓ સમક્ષ મુકી રહ્યા છે. હવે તેમણે ખેડૂતોનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું છે….

India
sssss 123 આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે જ છે તે સમજવુ ખોટું છે : રાહુલ ગાંધી

કૃષિ કાયદા અંગે ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ખેડૂતોનાં પ્રશ્નો દેશવાસીઓ સમક્ષ મુકી રહ્યા છે. હવે તેમણે ખેડૂતોનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે છે તે સમજવું ખોટું છે. આ ત્રણ કૃષિં વિરોધી કાયદાની અસર મધ્યમ વર્ગ પર પણ પડશે જ્યારે APMC નાશ પામશે અને અનાજનાં ભાવ આસમાનને સ્પર્શી જશે. મોદીજી ફક્ત તેમના પત્રકાર અને મૂડીવાદી મિત્રો માટે જ કામ કરી રહ્યા છે. આજે સત્ય બધાની સામે છે!

આપને જણાવી દઈએ કે, મંગળવારે રાહુલ ગાંધીએ ખેડૂતોનાં દુઃખ અંગેની એક પુસ્તિકા બહાર પાડતાં કહ્યું હતું કે, કૃષિ દેશનો સૌથી મોટુ ઉદ્યમ છે. હવે તેમાં ત્રણ કાયદા દ્વારા એકાધિકાર લાવવામાં આવી રહ્યો છે. ખેતી અને ખેડૂતોને બરબાદ કરી દેવામાં આવી રહ્યા છે. તેનાથી મધ્યમ વર્ગને સૌથી વધુ ફટકાર પડશે. આનાથી યુવાનોને પણ ફટકાર પડશે. ત્રણેય કાયદાને પાછો ખેંચ્યા વિના કોઈ સમાધાન નહીં આવે. દેશમાં ચાર પાંચ ઉદ્યોગપતિઓનું એકાધિકાર થઇ રહ્યુ છે. વળી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ખેડૂતોને ભડકાવવાનાં આક્ષેપો પર, રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ જે કરે છે, દેશ જાણે છે. ભટ્ટા પરસૈલમાં ખેડૂતોની સાથે હુ ઉભો હતો, નડ્ડાજી નહી. હું મોદીજીથી ડરતો નથી. તે લોકો મારું કઇ જ બગાડી શકશે નહીં. હા, ગોળી મારી શકે છે, પણ સ્પર્શ કરી શકતા નથી. આ બરાબર સાંભળી લો.

રાહુલ ગાંધીએ કૃષિ સુધારણા અંગે કોંગ્રેસનાં અગાઉનાં પ્રયાસો પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોનાં જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અમે કૃષિમાં સુધારાની વાત કરી, તેને સમાપ્ત કરવાની વાત કરી નથી. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી. સમગ્ર દેશે સુપ્રીમ કોર્ટની વાસ્તવિકતા જોઇ લીધી છે.

કૃષિ આંદોલન / ટ્રેક્ટર માર્ચને લઇને SC નો મોટો નિર્ણય, જાણો શું કહ્યુ?

Political / ઓવૈસીએ PM મોદીને ગણાવ્યા કમજોર પ્રધાનમંત્રી, કહ્યું – ” તેઓ ચીનનું નામ લેવાથી…

Crime / મહિલાએ નદીમાં કુદકો તો માર્યો પણ સાડી પુલ સાથે અટવાઇ ગઇ અને પછી લટકતી….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો