IT વિભાગના દરોડા/ અમદાવાદમાં ચીરિપાલ ગ્રુપ પર ITના દરોડા,બેનામી સંપત્તિ મળવાની આશંકા

આજે અમદાવાદ ના ચીરિપાલ ગ્રુપ પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આ ચીરિપાલ ગ્રુપ પર દરોડા પાડતા ટેક્ષટાઇલ સહિત અને ઉધોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Top Stories Gujarat
1 197 અમદાવાદમાં ચીરિપાલ ગ્રુપ પર ITના દરોડા,બેનામી સંપત્તિ મળવાની આશંકા

ચીરિપાલ ગ્રુપ પર ITની તવાઇ
ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં છે ચિરીપાલ ગ્રુપ
વેદપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડાની માહિતી
બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા
બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા
શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ
અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા
જયોતિપ્રકાશ ચિરીપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા
નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ
આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા
મોટા પાયે શંકાસ્પદ વ્યવહાર મળવાની આશંકા

રાજ્યમાં આયકર વિભાગે અનેક સ્થળો પર દરોડા પાડ્યા હોવાના  સમાચાર સામે આવી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગે બેનામી સંપત્તિ છુપાવનારાઓ સામે તવાઇ બોલાવી છે.આજે અમદાવાદ ના ચીરિપાલ ગ્રુપ પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આ ચીરિપાલ ગ્રુપ પર દરોડા પાડતા ટેક્ષટાઇલ સહિત અને ઉધોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદના ચીરિપાલ ગ્રુપના  બ્રિજમોહન ચીરિપાલ સહિત ભાગીદારોના ત્યા દરોડા પાડ્યા છે. IT વિભાગે મુખ્ય ઓફિસ સહિત રહેઠાણ  દરોડા પાડ્યા છે. શહેરમાં 35થી 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ પાસે કરોડોની બેનામી સંપત્તિ મળવાની આશંકા છે. ચીરિપાલ ગ્રુપ ટેક્ષટાઇલ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે.તેમની સુરત શાખા પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં જ્યાં પણ તેમની ઓફિસ છે ત્યા દરોડા પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીરિપાલ ગ્રુપના જયોતિપ્રકાશ ચિરીપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે,આ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં આયકર વિભાગના 150 કર્મચારીઓ જોડાયા છે. આ ચીરિપાલ ગ્રુપમાંથી આયકર વિભાગને કરોડોની બેનામી સંપંતિ મળી શકે છે.