Not Set/ બ્રિજને બને હજુ થોડો સમય થયો અને જુઓ કેવી છે તેની દુર્દશા

અમદાવાદથી પાલનપુર જતો બ્રિજ જે મહેસાણાથી પસાર થાય છે ત્યા આવેલા બ્રિજમાં સીલાહરીનાં સળિયા બહાર નીકળી આવ્યા છે.

Gujarat Others
11 131 બ્રિજને બને હજુ થોડો સમય થયો અને જુઓ કેવી છે તેની દુર્દશા

અમદાવાદથી પાલનપુર જતા બ્રિજ જે મહેસાણાથી પસાર થાય છે તે હાઇવે પર ભ્રષ્ટાચાર એ દેખા દીધી છે. આ બ્રિજને બને હજુ થોડા જ વર્ષ થયાં છે ત્યારે એક તરફનો બ્રિજ તો હજુ બનવાનું ચાલુ જ છે તે પહેલા બનેલા બ્રિજની એવી દુર્દશા થઇ છએ જે તમને ચોંકાવી દેશે.

11 132 બ્રિજને બને હજુ થોડો સમય થયો અને જુઓ કેવી છે તેની દુર્દશા

આ પણ વાંચો – Covid-19 / WHO એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો માન્યો આભાર, જાણો કારણ

આવી દુર્દશાનાં કારણે આ બ્રિજ પર વાહન ચાલકો માટે વાહન ચલાવવું જીવન જોખમમાં મુકવા બરોબર બની ગયુ છે. બાય પાસ પર આવેલા બ્રિજમાં સીલાહરીનાં સળિયા બહાર નીકળી આવ્યા છે, જે કોઈ પણ વાહનનાં ટાયરને પંચર અથવા વાહનને મોટુ નુકસાન કરી શકે છે. આ બહાર નીકળી આવતા સળિયા વાહનો માટે અકસ્માત નોતરી શકે છે. ખાસ કરીને બાયપાસ પર ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી હોનારત પણ સર્જાઈ શકે છે. આ બ્રિજની એક તરફ કામ હજુ તો ચાલુ જ છે ત્યારે વહેલો બનેલો બ્રિજ જે ભ્રષ્ટાચાર એ ચાડી ખાધી હોય તેવો દેખાઇ રહ્યો છે.

11 133 બ્રિજને બને હજુ થોડો સમય થયો અને જુઓ કેવી છે તેની દુર્દશા

આ પણ વાંચો – US Visit / અમેરિકા માટે રવાના થયા પીએમ મોદી, 24 સપ્ટેમ્બરે થનારી રાષ્ટ્રપતિ બિડેન સાથેની મુલાકાત પર દુનિયાની રહેશે નજર

અગાઉ પણ બાયપાસ પર થોડાક સમય પહેલા બ્રિજ બેન્ડ મારી ગયો હતો, ત્યારે પણ મોટી હોનારત ટળી હતી. આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો પોતાના ખિસ્સા ભરવા સરકારનાં નાણાં અને લોકોનાં જીવ સાથે રમત કરી રહ્યા છે. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં કેમ નથી મુકવા માં આવતા તે એક મોટો પ્રશ્ન જનતામાં ઉપસ્યો છે. આ પ્રકારનાં ભ્રષ્ટાચારીને કોણ છાવરી રહ્યું છે તે પણ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.