રાજકીય/ ‘ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’ : સીઆર પાટિલની સાંસદોને ટકોર

આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. તમારી પેન્ડિંગ પડેલી ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો. દરેક સંસદને તેમણે ખાસ સૂચના આપી હતી કે કોઈ પણ વિસ્તારમાં તેમની ગ્રાન્ટ વપરાયા વિનાની ના રહેવી જોઇયે. 

Top Stories Gujarat Rajkot
રાજકોટ 'ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો' : સીઆર પાટિલની સાંસદોને ટકોર
  • પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની સાંસદોને ટકોર
  • ‘ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’
  • ‘દરેક સાંસદ ધ્યાન રાખે, રકમ બાકી ન રહે’
  • ‘ગામડાઓના રોડ- રસ્તાઓનું વિશેષ ધ્યાન રાખજો’
  • કાર્યકરોને બાકી કામોનું લિસ્ટ બનાવવા અપીલ
  • રાજકોટમાં તાકીદની મુલાકાતમાં પાટિલની ટકોર

ગુજરાત રાજ્યમાં આગામી ડિસેમ્બર માહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તબક્કાવાર જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. તો આજ રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અચાનક રાજકોટની મુલાકાતે આવી ચઢ્યા હતા.

અહીં તેમણે  મેયર બંગલે પહોંચી ભાજપના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો સાથે મિટિંગ કરી હતી. એકાદ કલાક સુધી આ મીટીંગ ચાલી હતી. જેમાં તેમણે સાંસદોને ટકોર કરી હતી. તેમણે સાંસદોને જણાવ્યુ હતું કે, આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. તમારી પેન્ડિંગ પડેલી ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો. દરેક સંસદને તેમણે ખાસ સૂચના આપી હતી કે કોઈ પણ વિસ્તારમાં તેમની ગ્રાન્ટ વપરાયા વિનાની ના રહેવી જોઇયે.

તેમાં પણ ગામડાના વિકાસ માટે તેમણે વિશેષ જોર આપતા જણાવ્યુ હતું કે, ગામડાના રોડ-રસ્તા નું વિશેષ ધાયન રાખજો. તો સાથે કાર્યકરોને પણ પોતાના વિસ્તારના બાકી રહી જતાં કામોનું લિસ્ટ બનાવવા સૂચના આપી હતી.

આ સમયે યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીના વાલીઓ મળવા આવી પહોંચ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગા મારફત ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત અને ભારત પરત ફરી રહ્યા છે . હજુ પણ બાકી છે એમને પણ પરત લાવવા માટે સરકાર કામ કરી રહી છે.

Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?

Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!

Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?

સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ

Gujarat /  ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત