Release/ બ્રિટનની જેલમાંથી દાઉદ ઇબ્રાહિમનો વિશ્વાસુ જાબિરની મુક્તિ થશે

ભારતમાં થયેલા 1993 બોમ્બ બલાસ્ટનો માસ્ટમાઇન્ડ છે

World
davud બ્રિટનની જેલમાંથી દાઉદ ઇબ્રાહિમનો વિશ્વાસુ જાબિરની મુક્તિ થશે

ભારતનો કુખ્યાત ગેંગસ્ટાર અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રહિમનો વિશ્વાસુ અને જમણો હાથ ગણાતો જાબિર મોતી લંડનની જેલમાંથી મુક્ત થશે, અને ત્યાંથી તે પાકિસ્તાન જશે.

તેની જેલ મુક્તિ થવાનો રસ્તો સરળ બની ગયો

અમેરિકાએ જાબિર મોતી સામે ચોરી, ડ્રગ્સ, બ્લેકમેલ સહિતના આરોપોનો કેસ કર્યો હતો હવે આ તમામ આરોપો તેના પરથી પરત ખેંચી લીધા છે. એટલે તેની જેલ મુક્તિ થવાનો રાસ્તો સરળ બની ગયો.

અમેરિકાએ તેના પર લગાવવામાં આવેલા આરોપોને પરત લઇ લીધાં હતા

પાકિસ્તાનનો જાબિર મોતીવાલાને જાબિર સિદ્દીકીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેણે લંડનની ઉચ્ચ અદાલતમાં પ્રત્યપણના આદેશને પડકાર્યો હતો. ત્યારે જ અમેરિકાએ તેના પર લગાવવામાં આવેલા આરોપોને પરત લઇ લીધાં હતા.

તે ભારતમાં થયેલા 1993 બોમ્બ બલાસ્ટનો માસ્ટમાઇન્ડ છે

અમેરિકાએ પ્રત્યપણમા જણાવ્યું હતું કે, મોતી દાઉદ ઇબ્રહિમને સીધી જાણ કરતો હતો અને દાઉદ ઇબ્રહિમ વિશ્વનો કુખ્યાત આંતકવાદી છે. તે ભારતમાં થયેલા 1993 બોમ્બ બલાસ્ટનો માસ્ટમાઇન્ડ છે.

તેને લંડનની વાઇસવર્થ જેલમાં રાખવામાં આવ્યો હતો

મોતીની ધરપકડ 2018માં કરવામાં આવી હતી અને તેને લંડનની વાઇસવર્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના તમામ આરોપોને પરત ખેંચી લેતા તેને મુક્તિ મળી ગઇ છે.