KBC 13/ સુનીલ શેટ્ટીથી મમ્મીની વાત સાંભળીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યા જેકી શ્રોફ, જુઓ

સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ પણ ફિલ્મોની સાથે સાથે મિત્રતા માટે પણ ઘણી વખત ચર્ચામાં અછ્વાયેલા રહે છે. આ બંનેની મિત્રતાની ઘણી વાતો પણ…

Entertainment
જેકી શ્રોફ

બોલીવુડના દિગ્ગજ કલાકારો સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ પણ ફિલ્મોની સાથે સાથે મિત્રતા માટે પણ ઘણી વખત ચર્ચામાં અછ્વાયેલા રહે છે. આ બંનેની મિત્રતાની ઘણી વાતો પણ સાંભળવા મળે છે. તે જ સમયે, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ બંનેને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. દરમિયાન, મિત્ર સુનીલ શેટ્ટીના ખરાબ દિવસો જાણ્યા બાદ જેકી શ્રોફની આંખમાં આંસુ આવી ગયા છે.

આ પણ વાંચો :drugs case / ડ્રગ્સ કેસમાં અભિનેતા ગૌરવ દીક્ષિતને મળ્યા જામીન,પાસપોર્ટ કરાવવો પડશે જમા

વાસ્તવમાં સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ ટૂંક સમયમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ક્વિઝ શો KBC 13 (કૌન બનેગા કરોડપતિ) માં જોવા મળશે. બંને KBC 13 ના શાનદાર શુક્રવારના એપિસોડમાં ભાગ લેશે. શોમાં પહોંચ્યા બાદ સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફે તેમના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. દરમિયાન, KBC 13 સાથે સંબંધિત એક વિડીયો પ્રોમો સામે આવ્યો જેમાં સુનીલ શેટ્ટી તેની માતા વિશે જણાવી રહ્યો છે. આ સાંભળીને જેકી શ્રોફ રડવા લાગે છે.

Instagram will load in the frontend.

 પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે સુનીલ શેટ્ટી પોતાના ભૂતકાળને યાદ કરી રહ્યો છે અને તે સાંભળીને તમામ લોકોની આંખો ભીંજાઈ જાય છે. સુનીલ શેટ્ટી કહે છે કે, દાદા (જેકી શ્રોફ)એ ઘણી સુંદર વાત કહી હતી કે જ્યારે એક રુમની ખોલીમાં રહેતા હતા અને મા ખાંસી ખાતા હતા તો ખબર પડી જતી હતી કે માતાને ખાંસી થઈ રહી છે. જ્યારે મોટા ઘરમાં ગયા તો ખબર જ ના પડી કે માતા ક્યારે મૃત્યુ પામ્યા.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :Movie Masala / જાણો, ક્યારે રિલીઝ થશે વિકી કૌશલ અભિનીત ફિલ્મ સરદાર ઉધમ

મિત્ર સુનીલ શેટ્ટીની વાતો સાંભળીને જેકી શ્રોફ આંસુ રોકી નહોતા શક્યા અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. સુનીલ શેટ્ટી અને અમિતાભ બચ્ચનની આંખો પણ ભીંજાઈ ગઈ. જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી એકબીજાને ભેટ્યા. તેમની આવી મિત્રતા અને પ્રેમ જોઈને અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થયા અને તેમણે કહ્યું કે, આજના સમયમાં આ પ્રકારની મિત્રતા ઘણી ઓછી જોવા મળે છે.

Instagram will load in the frontend.

સુનીલ શેટ્ટીએ પોતાના અંગત જીવન સિવાય કારકિર્દીમાં પણ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. તેમણે એક ઈન્ટર્વ્યુમાં કહ્યુ હતું કે, જ્યારે મેં કારકિર્દીની શરુઆત કરી તો મને કોઈ માર્ગદર્શન આપનારું નહોતું. હું જે પણ શીખ્યો છું તે પોતાની અસફળતાઓને આધારે શીખ્યો છું.

આ પણ વાંચો :Bollywood / દીપિકા પાદુકોણ પીવી સિંધુ સાથે રમી બેડમિન્ટન, શું ખેલાડી પર બની રહી બાયોપિક?