Amreli/ બાબરકોટ નજીક આવેલ નર્મદા સીમેન્ટ કંપનીમાં ભીષણ આગ

બાબરકોટ નજીક આવેલ નર્મદા સીમેન્ટ કંપનીમાં ભીષણ આગ

Top Stories Gujarat Others
kapas 3 બાબરકોટ નજીક આવેલ નર્મદા સીમેન્ટ કંપનીમાં ભીષણ આગ

@પરેશ પરમાર, અમરેલી

જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે.  કંપનીમાં લાગ લાગતાની  સાથે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા કંપની ના કામદાર તેમજ કર્મચારીઓમાં  ભાગદોડ થઈ હતી.

અફરાતફરીના માહોલ વચ્ચે ફાયરફાઈટરને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાજ ઘટના સ્થળે ફાયર ફાઈટરો પહોંચી આગને કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર ફાઈટરોએ મહામહેનતે પહોંચીને આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ આગ લાગવાનું કારણ હાલ સુધી અકબંધ છે. ત્યારે અહીં કંપનીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ થતા કામદારો અને કર્મચારીઓમાં અફરાતફરી મા રાહતનો શ્વાસ લીધા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો