જગતના નાથનુ થશે મામેરુ/ જગતના નાથનુ થશે મામેરુ , મામેરા દર્શન અને શોભાયાત્રા માટે મેઘાણી નગરમાં યજમાન દ્વારા તડામાર તૈયારીઓ

ભગવાન જગન્નાથજીને 146મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજીનું અમદાવાદમાં મામેરુ થશે, સાથે જ શોભાયાત્રા પણ યોજાશે મેઘાણીનગરનાં યજમાન ઘનશ્યામ પટેલ દ્વારા જગતના નાથનુ મામેરુ કરવામાં આવશે.

Ahmedabad Gujarat
Rathyatra

@અનિતા પરમાર

આ વખતનું મામેરુ મયુર થીમ પર થવા જઈ રહ્યું છે 15 તારીખને ગુરુવારે સવારે 7:30 કલાકે ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા નીકળશે. યજમાન દ્વારા આ શોભાયાત્રા ધામધૂમથી યોજાશે, ત્યારબાદ મામેરાના દર્શન નો લાહવો ભક્તો લઈ શકશે. જન સેવા ટ્રસ્ટના ઘનશ્યામભાઈ પટેલને મામેરુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે ત્યારે ભગવાનના મામેરામાં કોઈપણ જાતની કચાસ ના રહે તે માટે થઈને તેઓએ તળાવમાં તૈયારીઓ હાથ ધરી છે.

જેમાં આ વખતે ભગવાન જગન્નાથજીનું મામેરુ જ્યાં દર્શનાર્થે મૂકવામાં આવશે ત્યાં એક મહેલ ઉભો કરવામાં આવ્યો છે. આ શાહી મહેલ થર્મોકોલની થીમ પર બનાવવામાં આવ્યો છે જેમાં ગામડાની થીમ રાખવામાં આવી છે. આ સાથે મિરર વર્ક પણ કરવામાં આવ્યું છે. યજમાન મામાં જ્યારે ભાણેજ પોતાના દ્વારે આવે છે ત્યારે તેમના સ્વાગતમાં કોઈ પણ જાતની કચાસ ના રહે તે માટે થઈને તમામ તૈયારીઓ કરી છે.

જેમાં 14 તારીખે રાત્રે સાત વાગે ગરબાની રમઝટ થશે 7:30 એ સવારે શોભાયાત્રા યોજાશે સાથે જ બપોરે ભક્તો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ભજન મંડળી આખી રાત ભજન કીર્તન કરશે. આ સાથે જ તારીખ 15 અને 16મી એ ભગવાનનું મામેરુ થશે જેમાં દર્શન ગુરૂવાર અને શુક્રવાર કરી શકાશે. જગતના નાથ ને મામેરામાં સોનાના અલંકારો,આભૂષણો, વિશેષ વસ્ત્રો, મુગટ, પાઘડી, એક થી એક ચડિયાતા શણગાર, અને ઝવેરાતથી ભાણેજને લાડ લડાવવામાં આવશે.

જે જગત આખાને લાડ લડાવતા ભગવાનને યજમાન  લાડ લડાવશે. ભાણેજ જ્યારે પોતે ભગવાન હોય ત્યારે મામા તેનું મોસાળું ધામધૂમથી અને રંગીતસંગે કરતા હોય છે આ મોસાળામાં એક થી એક ચડિયાતા શણગાર અને ઝવેરાતથી ભાણેજને ભેટ આપવામાં આવે છે.

મેઘાણીનગરના યજમાન પણ ભાણેજને માટે મામેરુ રામધૂનથી કરવા માટે અત્યારે હાલ તળાવમાં તૈયારીઓ કરી રહ્યા છે આ વખતે ભગવાનની શોભાયાત્રા મેઘાણીનગર ખાતે નીકળશે ત્યારે પુષ્પ વર્ષા કરવામાં આવશે યજમાનના ઘરે ભગવાન બે દિવસ સુધી રહેશે ત્યારબાદ તેઓ નિજ મંદિર પરત ફરશે.

આ પણ વાંચો:ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જાણો કયા રાજ્યમાં ક્યારે આપશે દસ્તક

આ પણ વાંચો:વાવાઝોડા બાદ કામગીરી કરવી કેટલી મુશ્કેલ? જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની અસરના પગલે શ્રી કૃષ્ણ મંદિરમાં ઘુસ્યું પાણી

આ પણ વાંચો:‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર