વડોદરા/ જેલના કેદીઓ હવેથી હાજરીમાં ગડબડ નહીં કરી શકે, દરરોજ માહિતી થશે રેકોર્ડ

જેલના કેદીઓને હવે અંગૂઠાથી હાજરી પૂરવી ફરજીયાત કરાશે. ગુજરાત રાજ્યમાં 4 સેન્ટ્રલ જેલો આવેલી છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. તેમજ ડ્રિસ્ટ્રીક્ટ જેલ, સબ-જેલ પણ આવેલી છે. સેન્ટ્રલ જેલોમાં અંદાજીત 10000 કેદીઓ છે.

Top Stories Gujarat Vadodara
કેદી

રાજ્યની સેન્ટ્રલ જેલોમાં બીજાની ઓળખનો ઉપયોગ કરી બહાર જવું અને હાજરી પૂરવાનું ટાળવું મુશ્કેલ બનશે. રાજ્ય સરકાર હવે કોર્પોરેટમાં કામ કરતા કર્મચારીઓની જેમ જેલના કેદીઓ માટે ડિજીટલ સિસ્ટમથી હાજરી પૂરવા બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરશે અને ગુનેગારોની માહિતી તેમજ રેકોર્ડ રાખવા સહેલા થશે.

જેલના કેદીઓને હવે અંગૂઠાથી હાજરી પૂરવી ફરજીયાત કરાશે. ગુજરાત રાજ્યમાં 4 સેન્ટ્રલ જેલો આવેલી છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. તેમજ ડ્રિસ્ટ્રીક્ટ જેલ, સબ-જેલ પણ આવેલી છે. સેન્ટ્રલ જેલોમાં અંદાજીત 10000 કેદીઓ છે.

જેલ ડીઓઆઈજી એ.જી. ચૌહાણએ જણાવ્યું હતું કે, પ્રિસન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા (Prison Statistics India), 2022ના આંકડા મુજબ ગુજરાતની જેલોમાં અંદાજે 16000 કેદીઓ દોષિત અને અંડર ટ્રાયલ છે. બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ સેન્ટ્રલ જેલોમાં કરવામાં આવશે.

કોઈ કેદી ભાગી નહીં શકે અને બીજાની ઓળખનો દુરૂપયોગ નહીં કરી શકે. તેનાથી કેદીઓની સંખ્યા ગણવી અસરકારક સાબિત થશે.
અધિકારીએ વધુ જણાવ્યું કે, કેદીઓના રેકોર્ડનું બાયોમેટ્રિક કરવાનું કામ પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ગયું છે. સિસ્ટમ ડિજીટલ થવાથી તેમના ગુનાની માહિતી, કેટલા દિવસ હાજર રહ્યાં અને ઘણી બધી વિગતો મેળવવી સરળ થઈ જશે.

ગુજરાત જેલ વિભાગ તાજેતરમાં જ એનસીઆરબી દ્વારા ગુનેગારોને શોધતી ક્રિમિનલ સિસ્ટમ આયોજીત કરવામાં આવતી આંતર કાર્યક્ષમ ફોજદારી ન્યાય પ્રણાલીનું અમલીકરણ કરાવવા માટે એવોર્ડ જીતી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…

Naya Yatra
આ પણ વાંચો:#ISROMissions/ઈસરોને મળી મોટી સફળતા, ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ, જાણો શા માટે તે મહત્વનું છે