Not Set/ પાક.ની નાપાક હરકતો બાદ પણ ભારતની દરિયાદિલી, બોર્ડર પાર કરીને આવેલા બાળકને વતન મોકલ્યો

સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોએ ફરી એકવાર ઉદારતા દાખવી છે. બાડમેરમાં આઠ વર્ષિય પાકિસ્તાનો બાળક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો.

Top Stories India
A 35 પાક.ની નાપાક હરકતો બાદ પણ ભારતની દરિયાદિલી, બોર્ડર પાર કરીને આવેલા બાળકને વતન મોકલ્યો

સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોએ ફરી એકવાર ઉદારતા દાખવી છે. બાડમેરમાં આઠ વર્ષિય પાકિસ્તાનો બાળક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો. સરહદ પર નજર રાખતા બીએસએફના જવાનોએ તાત્કાલિક તેને પાકિસ્તાનને સોંપ્યો હતો.

બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એમ.એલ. ગર્ગ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ગર્ગે કહ્યું કે શુક્રવારે સાંજે લગભગ 5.20 વાગ્યે, એક 8 વર્ષનો બાળક અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયો અને બીએસએફની 83 મી બટાલિયનના બીઓપી સોમરાતની સીમાસ્તંભ નંબર 888/2-એસ નજીક ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો :કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ EC સમક્ષ કરી અપીલ , કહ્યું – PM મોદી, શાહ સહિતના નેતાઓ પર લગાવાય પ્રતિબંધ

તેમણે કહ્યું કે જ્યારે બીએસએફ જવાનોએ તેને પકડ્યો ત્યારે તે ડરી ગયો અને રડવા લાગ્યો. બીએસએફ જવાને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેને ખાવા માટે ચોકલેટ આપી. બીએસએફના જણાવ્યા અનુસાર બાળકની પાકિસ્તાન નાગર પારકરમાં રહેતો યમનુ ખાનના પુત્ર કરીમ તરીકે થઇ હતી.

ગર્ગે કહ્યું કે તેમણે પાક રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ બોલાવી હતી અને તેમને નાના ક્રોસિંગ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સાંજે 7.15 વાગ્યે બાળકને પાછા પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :સેન્ટ સ્ટીફન કોલેજના 13 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ સભ્યો કોરોના સંક્રમિત

આપને જણાવી દઈએ કે ભારતે ઘણા પ્રસંગોએ ઘણી ઉદારતા રજૂ કરી છે, પરંતુ પાકિસ્તાનનું વલણ ઠીક નથી. બાડમેરના બિજમેર પોલીસ સ્ટેશન વિસ્તારના 19 વર્ષીય ગૌમરામ મેઘવાલ ગત વર્ષે 4 નવેમ્બરે અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયો હતો, પરંતુ પાકિસ્તાને હજી સુધી તેને ભારતના હવાલે કર્યો નથી.

આ પણ વાંચો :  IPL પર કોરોનાનો ઓછાયો : એક અઠવાડિયા પહેલા જ 8 ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત, ક્રિકેટ ચાહકોમાં કચવાટ

આ પણ વાંચો : અમેરિકાના સંસદની બહાર પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કર્યું દુઃખ