ગોલ્ડ મેડલ/ જમ્મુ-કાશ્મીરના તજામુલ ઇસ્લામે ગોલ્ડ જીતીને તિરંગો લહેરાવ્યો

ઇજિપ્તમાં રમાયેલી વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે અહીં કુલ 26 મેડલ (11 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ) જીત્યા.

Sports
kashmir 5 જમ્મુ-કાશ્મીરના તજામુલ ઇસ્લામે ગોલ્ડ જીતીને તિરંગો લહેરાવ્યો

ઇજિપ્તમાં રમાયેલી વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે અહીં કુલ 26 મેડલ (11 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ) જીત્યા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના સ્ટાર ખેલાડી તજામુલ ઈસ્લામે બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા 2016માં તજામુલે ઈટાલીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તજમુલને આ વિશેષ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સિન્હાએ તજામુલની તસવીર સાથે ટ્વિટ કર્યું અને લખ્યું, “બાંદીપોરાના તજામુલ ઈસ્લામને 2021 વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને કૈરો ઈજિપ્તમાં ઈતિહાસ રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમારા યુવા કિકબોક્સિંગ ચેમ્પિયનએ વર્ષોથી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.