Not Set/ જમ્મુ બસ સ્ટેશન પર ગ્રેનેડથી કરાયો હુમલો, 26 લોકો ઘાયલ, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો

જમ્મુ, જમ્મુમાં ગુરુવારે એક મોટો હુમલો થયો હતો. જમ્મુના બસ સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો, બસ પર ગ્રેનેડ ફેંક્યો તે પછી એક મોટો ધક્કો થયો. આ હુમલામાં 26 થી વધુ લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફએ આ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી નાખ્યો છે. મળતી […]

Top Stories India
mantavya 146 જમ્મુ બસ સ્ટેશન પર ગ્રેનેડથી કરાયો હુમલો, 26 લોકો ઘાયલ, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો

જમ્મુ,

જમ્મુમાં ગુરુવારે એક મોટો હુમલો થયો હતો. જમ્મુના બસ સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો, બસ પર ગ્રેનેડ ફેંક્યો તે પછી એક મોટો ધક્કો થયો. આ હુમલામાં 26 થી વધુ લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફએ આ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી નાખ્યો છે.

મળતી માહિતી મુજબ આ એક ગ્રેનેડ હુમલો છે અને તેમાં 26 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સુરક્ષાળોએ બસ સ્ટેશનને ઘેરી લીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોકે, બ્લાસ્ટના કારણ વિશે માહિતી નથી મળી શકી. પોલીસે જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે, હજુ સુધી જાણી નથી શકાયું કે આ હુમલાની પાછળ કોણ છે.

બીજીબાજુ રાજ્ય પોલીસના આઈજીએ આ વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે.

સુરક્ષાદળો સતત આતંકીઓના સફાયામાં લાગ્યા છે. ગત રાતથી હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં એક આતંકીનો ખાત્મો કરાયો છે.

રિપોર્ટના મતે બ્લાસ્ટમાં ચાઇનીઝ ગ્રેનેડનો ઉપયોગ કરાયો છે. કહેવાય છે કે પહેલાં પણ આ વિસ્તાર આતંકીઓના નિશાન પર રહ્યો છે. હાલ ઘટનાસ્થળને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો છે અને તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટમાં હેતુ સાંપ્રદાયિક તણાવ ઉભો કરવા હતો. એવામાં પ્રશાસનની તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે અફવા પર ધ્યાન ના આપો.

ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ રાજ્યના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે સ્થાનિક આતંકીઓ માર્યા ગયા હતાં.

અથડામણ બાદ સોમવારે રાતે પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંક વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન શરૂ થયેલી અથડામણ લગભગ 12 કલાક ચાલી હતી જેમાં હિજબુલના બે આતંકીઓ માર્યા ગયા હતાં.