હુમલો/ જામનગર જી.જી. હોસ્પિટલમાં દર્દીના સગાઓએ કર્યો ડોક્ટર ઉપર હુમલો : કારણ હતું આવું

દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને ભારે માર મારતા વોર્ડમાં અફડા તફડી મચી જવા પામી હતી.

Top Stories Gujarat Others
જામનગર

રાજ્યની બીજા ક્રમાંકની જામનગર ની સરકારી જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના ઉપર આવેલા ટી.બી. વોર્ડમાં દાખલ દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને ભારે માર મારતા વોર્ડમાં અફડા તફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સિકયુરીટી અને પોલીસ પણ દોડી ગઇ હતી પરંતુ દર્દીના સગાએ પોતાનો આપો મુકયો ન હતો. દરમિયાન હોસ્પિટલ અને કોલેજના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતાં અને ડોકટરનું નિવેદન લઇ દર્દીના સગા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર

જામનગર

તબીબી આલમમાં નારાજગી – ફરિયાદ માટે પોલીસ સ્ટેશન દોડ્યા.

રેસિડેન્ટ ડોકટર પર થયેલા હુમલાથી ડોકટરો ફરી વિફર્યા છે અને તેમણે પોતાની સુરક્ષાને લઇને ભારે ચિંતા વ્યકત કરતા ઉચ્ચ અધિકારીઓ તેમજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તેમજ ડીનને રજૂઆત કરી છે, જેમાં અવાર – નવાર બનતી આવી ઘટનાથી તેઓ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કરતા હોવાનું જણાવ્યું હતું. અને મોડી સાંજે ડોકટરનું ટોળું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું.

સીસી ટીવી કેમેરાના આધારે ફરિયાદ.

આ ઘટના બાદ જી.જી. હોસ્પિટલના વોર્ડમાં રહેલા સીસી ટીવી કેમેરાની તપાસ થઇ હતી. જેમાં આખી ઘટના કેદ થઇ હોવાનું સામે આવ્યું છે. જે બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પુરાવા આપવામાં આવ્યા હતા. અને દર્દીના સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

જામનગર

મોડીરાત્રે તબીબોએ સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો.

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જામનગરના તબીબોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મંગળવારે મોડીરાત્રે એકઠા થઇ ગયેલા તબીબોએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો હતો. અલબત્, મેડિકલ કોલેજના પગથીયા પર તેમનો આ મૌન વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રીના 10.45 કલાકે સીટી – બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં દર્દીના હુમલાખોર સગા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ ચાલી રહી હતી.

આ પણ વાંચો :  ‘મંતવ્ય ન્યૂઝ’નાં મહાઅભિયાનની પહેલને રાજયભરમાં ભવ્ય પ્રતિસાદ : ‘મંતવ્ય સાયક્લોથોન’માં જોડાયા હજારો લોકો