ધરપકડ/ પિસ્તોલ અને બે કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરતી જામનગર પોલીસ

રાજ્યમાંથી દેશી અને વિદેશી બનાવટની પિસ્તોલ તેમજ બંદૂક મળી આવાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અમદાવાદમાંથી પણ થોડા દિવસો પહેલા ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. ત્યારબાદ પાટણ હાઇવે ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કરીને પિસ્તોલ સાથે નીકળેલા કેટલાક ઈસમોને રંગેહાથે પકડી લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ […]

Gujarat
GLOCK 19 Gen3 .177 Caliber BB Gun Air Pistol પિસ્તોલ અને બે કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરતી જામનગર પોલીસ

રાજ્યમાંથી દેશી અને વિદેશી બનાવટની પિસ્તોલ તેમજ બંદૂક મળી આવાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અમદાવાદમાંથી પણ થોડા દિવસો પહેલા ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. ત્યારબાદ પાટણ હાઇવે ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કરીને પિસ્તોલ સાથે નીકળેલા કેટલાક ઈસમોને રંગેહાથે પકડી લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં જામનગર એસઓજી ની ટીમે બાતમીના આધારે એક આરોપીની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી.

જામનગરના સુભાષ બ્રીજ નીચે નદીના પટમાંથી એસઓજીએ એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવંત કારતૂસ સાથે પકડી પાડયો છે.જામનગરના સુભાષ બ્રીજ નીચે આવેલા નદીના ૫ટમાં એક શખ્સ પીસ્તોલ સાથે આંટાફેરા કરતો હોવાની બાતમી જામનગર એસઓજીના મયુદીન સૈયદ, દોલતસિંહ જાડેજા, રમેશ ચાવડાને મળતાં પીઆઈ એસ. એસ. નિનામાને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ આર. વી. વીછી, પીએસઆઈ વી. કે. ગઢવીના વડપણ હેઠળ એસઓજીએ વોચ રાખી હતી.

નદીના પટમાંથી રઈસ સલીમ કુરેશી ઉર્ફે રયલો મતવા નામનો શખ્સ મળી આવ્યો હતો. એસઓજીએ તેની તલાસી લેતાં તેના કબ્જામાંંથી દેશી બનાવટની પીસ્તોલ અને બે જીવંત કારતૂસ મળી આવ્યાં હતાં. આ શખ્સ સામે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવાયો છે. પોલીસે રૃપિયા ૩૦,૨૦૦ના હથિયાર, કારતૂસ કબ્જે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.