Case/ રાજકોટમાં પરિણીતાની પોલીસ ફરિયાદ, પતિ ટૂંકા કપડાં પહેરવા તો સાસરિયાઓનો કામ બાબતે કરતા હતા દબાણ

અમદાવાદમાં બે પરિણીતાઓએ સાસરિયાઓના ત્રાસથી વખ ઘોળ્યુંને હજી બે દિવસ પણ પૂરા નથી થયા ત્યાં ફરીથી રાજકોટની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ અંગે ફરિયાદ કરી હોવાની બાબત સામે આવતાં ખળભળાટ મચી જવા

Gujarat
women harrese રાજકોટમાં પરિણીતાની પોલીસ ફરિયાદ, પતિ ટૂંકા કપડાં પહેરવા તો સાસરિયાઓનો કામ બાબતે કરતા હતા દબાણ

અમદાવાદમાં બે પરિણીતાઓએ સાસરિયાઓના ત્રાસથી વખ ઘોળ્યુંને હજી બે દિવસ પણ પૂરા નથી થયા ત્યાં ફરીથી રાજકોટની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ અંગે ફરિયાદ કરી હોવાની બાબત સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.રાજકોટ નજીક આવેલ કુવાડવાના કુચિયાદળ ગામે માવતરે પરત આવેલી પરિણીત મહિલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ દેવાંશું જેન્તીભાઈ ભુવા, સસરા જેન્તી બાવા ભુવા, સાસુ મંજુબેન જેન્તીભાઈ ભુવા,નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ પાનસૂરિયા,નણંદ મમતાબેન પરાગભાઈ ઢોલરીયા,દયાબેન જીગરભાઈ રોકડ અને નીલમબેન યોગેશભાઈ નાકરાણી સહિત કુલ 7 લોકો સામે માનસિક ત્રાસ અને મારકૂટ અંગેની ફરિયાદ નોંધાવી છે.

देहरी के भीतर का दर्द!

Case file / ઓરિયો બિસ્કીટ એ પારલે બિસ્કીટ વિરુદ્ધ આ કારણથી કોર્ટમાં દાખલ કર્યો કેસ, 12 એપ્રિલે દિલ્હીમાં સુનાવણી

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે તારીખ 04/01/2020ના રોજ ફરિયાદી મહિલા પોતાના પિતાના ઘરે આવી એ સમયે મહિલાના સસરાએ તેના પિતાને ફોન કરી કહ્યું હતું કેતમારી દિકરીને ત્યા રોકજો અમારે રાજકોટ મકાન લેવુ છે, માટે તમે પૈસા ની સગવડ થાય ત્યારે અમે તમારી દીકરીને તેડી જશું. આમ પતિ, સાસુ-સસરા નણંદ સહિત 7 લોકો અવારનવાર માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હોવાથી સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા ASI વી.જી.બોરીચાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

An Indian couple in Dubai accused of harassing the mother, burnt her legs

New Delhi / લાઇવ રેડિયો શો માં PM ની માતા પર અભદ્ર ભાષાનો કરાયો ઉપયોગ, ટ્રેન્ડ થઇ રહ્યુ છે

આ અંગે ફરિયાદમાં મહિલા પરણીતાએ સાસરે ત્રાસ અંગે વિગતો જણાવી હતી. અને જણાવ્યું હતું કે તેના લગ્ન મે 2018માં દેવાંશુ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ બે કપલ મળી ચાર જણા ગોવા હનીમૂન માટે ગયા હતા. ત્યારે પતિએ તેને ટૂંકા કપડા કેમ પહેરતી નથી ? તેમ જણાવતાં પરિણીતા એ કહ્યું હતું કે મારી પાસે જે છે તે પહેરું છું. આ વાતને લઈને બન્નેને ઝઘડો થયો હતો અને પતિ એ કહી દીધું હતું કે તે બુદ્ધિ વગરની છો અને તને ખબર પડતી નથી ટૂંકા કપડાં પહેરવા હોય તો જ મારી સાથે રહે નહીંતર તું એકલી રખડ, ત્યારબાદ તેની સાથે આવું અભદ્ર વર્તન ચાલુ રહ્યું હતું.

onedayiwill" : Crime Against Women Increased But No Action Yet - महिलाओं पर  बढ़ रहा अत्याचार, फिर भी नहीं हो रहे मामले दर्ज | Patrika News

રાજકારણ / ઇમરજન્સી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન હાસ્યજનક : પ્રકાશ જાવડેકર

ફરિયાદી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે ગોવા થી પરત ફર્યા બાદ આ તમામ વાત તેની સાસુ ને જણાવી હતી અને તેના સાસુ એ તેનો પક્ષ લેતા કહ્યું હતું કે તે પહેલેથી એવો જ હતો અને તેને તારી સાથે લગ્ન ન હતા કરવા એટલે આવું અભદ્ર વર્તન કરે છે. પરંતુ થોડા દિવસમાં બધા સારાવાના થઈ જશે. ત્યારબાદ નણંદના ઘરે જમવા માટે કઈ હતી એ સમયે પણ રસ્તામાં પતિએ ઝઘડો કર્યો અને કહ્યું હતું કે તને કશું જ ભાન નથી પડતી. તું મને ગમતું નથી તું અહીંથી કોઈ પણ ભોગે ચાલીજા નહીતર હું તને ખટારાની નીચે રગદોળી નાખીશ.આવું કહી અને બાઈકની સ્પીડ વધારી અને તેને ડરાવવા તેમજ ધમકાવવામાં આવી હતી.વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે,મારા સાસુએ એક દિવસ મને વાડીએ વહેલી આવી જવા કહ્યું હતું. જેથી હું સવારે ચાર વાગે ઉઠી ઘરનું કામ પૂર્ણ કરી વાડીએ પહોંચી ત્યાંરે મારા સાસુ સસરા કહેતા કે,”તારે કામ નથી કરવું એટલે તું મોડી આવે છે અને આવા ઢોંગ કરે છે, તેમ કહીને મને અપશબ્દો કહેતા હતા આ બધાથી ત્રાસીને હું મારા પિતાને ઘરે જતી રહી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી પરણિતા પિતાના ઘરે જાન્યુઆરી 2020 થી આવી હતી ત્યાં એક માસ રહી હવે તેની બહેનના ઘરે રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…