Election/ રાજ્યમાં ભાજપ દ્વારા ફરી એકવાર વિજ્યોત્સવની તૈયારીઓ શરુ

રાજ્યમાં ભાજપ દ્વારા વિજ્યોત્સવની તૈયારીઓ શરુ કરી દેવાઈ

Gujarat Others Trending
1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ મક્કમ પાને આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ભાજપ દ્વારા વિજ્યોત્સ્વની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત અને નપામાં કમળ ખીલતા ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી નો માહોલ છે, બપોરે સીએમ અને ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ  કમલમ માં પહોચી ચુક્યા છે. 6 મનપામાં ભવ્ય વિજય બાદ જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત અને નપામાં આવી રહેલા પરિણામોની અસર ભાજપ કાર્યાલય ઉપર જોવા મળી રહી છે.

રાજ્ય માં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને નાપમાં ફરી એકવાર ભાજપનો ડંકો વાગી રહ્યો છે. ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે નગર પાલિકા માં ભાજપ બાજી મારી રહ્યું છે.