Accident/ જામનગર ઠેબા ચોકડી વધુ એક વખત રક્તરંજીત, છકડો-ઇકો ટકરાતાં 2 લોકોના મોત

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડી પાસે આજે સવારે અગિયારેક વાગ્યે ઈકો મોટર અને રિક્ષા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.થોડા દિવસ પહેલાં જ જામજોધપુર તાલુકામાંથી ચાલીને દર્શનાર્થે જવા નીકળેલા ચાર પદયાત્રીઓને નગરની એક સંસ્થાના માલ વાહક વાહને હડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જયો હતો

Gujarat Others
a 99 જામનગર ઠેબા ચોકડી વધુ એક વખત રક્તરંજીત, છકડો-ઇકો ટકરાતાં 2 લોકોના મોત

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

જામનગર નજીકની ઠેબા ચોકડી પાસે આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.વીજરખી તરફથી આવતી મુસાફર ભરેલી એક રિક્ષા સાથે જામનગરથી જતી ઈકો મોટર અથડાઈ પડતા ગંભીર ઈજા  થવાથી રિક્ષાચાલક અને તેમના પત્નીના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યાં  હતાં.જયારે એક બાળકી સહિત છ ઘવાયા હતાં. ૧૦૮ માં ઈજાગ્રસ્તોને જામનગર ખસેડાયા હતાં. દોડી ગયેલી પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડી પાસે આજે સવારે અગિયારેક વાગ્યે ઈકો મોટર અને રિક્ષા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.થોડા દિવસ પહેલાં જ જામજોધપુર તાલુકામાંથી ચાલીને દર્શનાર્થે જવા નીકળેલા ચાર પદયાત્રીઓને નગરની એક સંસ્થાના માલ વાહક વાહને હડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જયો હતો અને તેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજયાં હતાં. તે બનાવ પછી આજે ફરીથી અગાઉના બનાવના સ્થળથી થોડે દૂર બીજો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની વધુ વિગત મુજબ, આજે સવારે કાલાવડ તાલુકાના મોડપર ગામના રહેવાસી પ્રેમજીભાઈ જેસાભાઈ ચૌહાણ નામના વૃદ્ધ પોતાના નિત્યક્રમ મુજબ મોડપરથી રિક્ષા સાથે વીજરખી આવ્યા હતાં તેઓની સાથે આજે તેમના પત્ની કવિબેન પણ આવ્યા હતાં.ત્યાંથી તેઓએ જામનગર જવા ઈચ્છતા મુસાફરોને બેસાડ્યા હતાં જેમાં કાલાવડ તાલુકાના છત્તર ગામના આરજુબેન સલીમભાઈ લાખાણી , રોશનબેન સલીમભાઈ લાખાણી, કાલાવડ તાલુકાના અરલા ગામના ઝોયાબેન જુનેદભાઈ લાખાણી, વીજરખીના નશરીનબેન રફીકભાઈ મલેક, સહેનાઝબેન જુનેદભાઈ બઘડા તથા ઠેબાના નંદલાલ તુલસીભાઈ અકબરી નામના સાત મુસાફર બેઠા હતાં.

છકડો રીક્ષા વીજરખીથી રવાના થયા પછી જયારે ઠેબા ચોકડી પાસે પહોંચ્યો ત્યારે સામેથી ધસી આવેલી ઈકો મોટર અથડાઈ હતી.સાંકડા રોડ પર એકદમ સામે જ આવી ગયેલી ઈકો મોટરથી ટકકર થતી બચાવવા છકડાચાલક પ્રેમજીભાઈએ પ્રયત્ન કર્યો હતો પરંતુ ઈકો અથડાતા જ છકડો રોડ નીચે ઉતરી બાવળના ઝૂંડમાં ઘુસી ગયો હતો અને છકડામાં મુસાફરી કરતાં તમામ વ્યક્તિઓની ચીચીયારીથી રોડ ગાજી ઉઠ્યો હતો.

અકસ્માત વેળાએ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભવા લાગ્યા હતાં જેમાંથી કોઈએ ૧૦૮ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ધસી આવી હતી.સ્થળ પર હાજર લોકોએ છકડામાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ શરૃ કરી દીધી હતી.રિક્ષામાંથી તેના ચાલક પ્રેમજીભાઈ જેસાભાઈ અને તેમના પત્ની કવિબેન ગંભીર ઈજા થવાથી  મૃત્યુ પામેલા કાઢી શકાયા હતા.જયારે નશરીનબેન, સહેનાઝબેન, ઝોયા, આરજુબેન, રોશનબેન અને નંદલાલ કણસતા જોવા મળ્યા હતાં.તે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ધસી આવ્યો હતો.પોલીસે બન્ને મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ કરવા ઉપરાંત રોકાઈ ગયેલો ટ્રાફિક પણ પૂર્વવત કરાયો હતો. અકસ્માતમાં ઈકો મોટરનો આગળનો ભાગ પણ છૂંદાઈ ગયો હતો જો કે, તેનું ડ્રાઈવીંગ કરી રહેલાં વ્યક્તિને વધુ ઈજા થઈ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો