new strein/ જાપાનમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી હડકંપ,બ્રાઝિલથી પરત ફરેલા ચાર સંક્રમિત

દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાનમાં પણ કોરોના વાયરસનો એક નવો મ્યુટેટ સ્ટ્રેન મળ્યો છે.ચીનના વુહાન શહેરમાંથી નીકળેલ કોરોના વાયરસ સતત પોતાના નવા-નવા સ્વરૂપ ધારણ કરતાં

Top Stories World
1

દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાનમાં પણ કોરોના વાયરસનો એક નવો મ્યુટેટ સ્ટ્રેન મળ્યો છે.ચીનના વુહાન શહેરમાંથી નીકળેલ કોરોના વાયરસ સતત પોતાના નવા-નવા સ્વરૂપ ધારણ કરતાં ખૂબ જ સંક્રમક થઇ રહ્યું છે. બ્રિટન , નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનની જેમ જ ખૂબ જ વધુ સંક્રમક છે. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા મળ્યો નહોતો અને બ્રાઝીલ થી પાછા આવેલા 4 લોકોમાં જોવા મળ્યો છે. નિક્કેઇ એશિયાના રિપોર્ટ પ્રમાણે આ સંક્રમિત પેસેન્જર બે જાન્યુઆરીના રોજ બ્રાઝીલથી જાપાનના હનેદા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ લોકોમાં મહિલાઓ અને પુરુષ બંને સામેલ છે. આ તમામ લોકોનો એરપોર્ટ પર ટેસ્ટ થયો હતો અને હવે રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. જે ત્રણ લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને ગળામાં મુશ્કેલી જોવા મળી છે.

New Coronavirus impact spreads throughout Japan | NHK WORLD-JAPAN News

Gandhinagar / ચૂંટણીપંચ ભાજપના ઈશારા પર નાચે છે ? બીજલ પટેલ નિવેદન પર શરુ …

 

બ્લૂમબર્ગના રિપોર્ટના મતે અંદાજે 40 વર્ષના એક વ્યક્તિમાં જાપાના પાછા ફરતા કોઇ લક્ષણ દેખાયા નહોતા પરંતુ બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. આ તમામ લોકોની તપાસ કરાઇ હતી જેમાં કોરોના વાયરસના એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોનાના આ નવા સ્ટ્રેન અંગે માહિતી આપી દીધી છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે હજી સુધી જાપાનમાં જોવા મળેલ કોરોનાનો નવો સ્ટ્રેન હજી વિકસિત થઇ રહ્યો છે અને તેના લીધે તે કેટલો સંક્રમક છે તેની ભાળ મેળવી શકાઇ નથી. જાપાનમાં અત્યારે દરરોજ 7000થી વધુ કેસ સામે આવે છે. અત્યાર સુધી દેશમાં 3900 લોકોના મોત થયા છે.

Japan to consider new COVID-19 emergency declaration | The Japan Times

જાપાને ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઇમરજન્સી સ્થિતિની જાહેરાત કરી દીધી છે. આ ઇમરજન્સીની સ્થિતિ શુક્રવારના રોજ લાગૂ થઇ ગઇ છે જે સાત ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમ્યાન લોકોને કોરોના સંક્રમણને રોકવાના ઉપાયો જેવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગને બનાવી રાખવાનું અનિવાર્ય હશે. મોટાપાયા પર સ્વાસ્થ્ય અધિકારી અને પોલીસકર્મી લોકોની તપાસ પણ કરશે.ઇમરજન્સીની જાહેરાતના પહેલાં દિવસે જનજીવન સામાન્ય રહ્યું અને ટ્રેનોમાં માસ્ક પહેરેલાં લોકોની ભીડ જોવા મળી. પ્રધાનમંત્રી યોશિહિદે સુગા એ રેસ્ટોરાંમાં કામકાજના સમયમાં ઘટાડો કરવા અને લોકોને ઘરેથી કામ કરવાની પોતાની અપીલ દોહરાવી. સુગા એ કહ્યું કે અમે લોકો તેને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ. લોકોના સહયોગથી આપણે કોઇપણ કિંમત પર આ મુશ્કેલ સ્થિતિને નીકળવું પડશે.

None of Japan's new coronavirus patients had direct China links - Nikkei  Asia

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…