IND vs ENG/ જારવોને પંજાબ પોલીસ ડંડા ફટકારશે ત્યારે તેની અંકલ ઠેકાણે આવશેઃ સેહવાગ

સેહવાગે કહ્યુ કે જારવોને પંજાબ પોલીસ ડંડા ફટકારશે ત્યારે તેની અંકલ ઠેકાણે આવશે. ફરી એકવાર મેદાન પર સુરક્ષા કર્મચારીઓની પોલ ખુલી ગઇ છે.

Sports
પંજાબ

ફરી એકવાર મેદાન પર સુરક્ષા કર્મચારીઓની પોલ ખુલી ગઇ છે. ઈંગ્લેન્ડની મુલાકાત લેનાર ભારતીય ટીમ માટે આ સારા સમાચાર નથી કારણ કે જારવો નામનો ક્રિકેટ ચાહક સતત નિયમોનો ભંગ કરી રહ્યો છે અને મેદાનમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તે જ વ્યક્તિ છે જે પહેલા લોર્ડ્સમાં પિચ પર આવ્યો અને પછી હેડિંગ્લે ખાતે ત્રીજી ટેસ્ટ દરમિયાન કોરોના સંબંધિત નિયમોને ધ્યાનમાં ન રાખીને પિચ સુધી પહોંચ્યો હતો અને ખેલાડીઓ સાથે ઉભો રહી ગયો હતો. હવે, ઓવલ ખાતે ચોથી ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન, જારવો પિચ પર દોડતો આવ્યો અને બોલિંગ કરવા લાગ્યો હતો.

1 96 જારવોને પંજાબ પોલીસ ડંડા ફટકારશે ત્યારે તેની અંકલ ઠેકાણે આવશેઃ સેહવાગ

આ પણ વાંચો – Tokyo Paralympics / શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મનીષ નરવાલે જીત્યો ગોલ્ડ તો સિંહરાજને મળ્યો સિલ્વર મેડલ

ઈંગ્લેન્ડ પોતાની પ્રથમ ઇનિંગની 34 મી ઓવર રમી રહ્યું હતું. ઓલી પોપ અને જોની બેયરસ્ટો ક્રિઝ પર હતા. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઓવરનો ત્રીજો બોલ ફેંકવા માટે રન-અપ લેવા જઇ રહ્યો હતો ત્યારે જારવો ક્રિઝ તરફ દોડ્યો. બધા ખેલાડીઓ જારવોને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા, આ દરમિયાન જારવો નોન સ્ટ્રાઈક પર ઉભેલા જોની બેયરસ્ટો સાથે અથડાયો પણ હતો. તે ટીમ માટે અસુરક્ષા હતી કારણ કે કોવિડ નિયમો હેઠળ ખેલાડીઓને દર્શકો સાથે મળવાની પણ મનાઈ છે, પરંતુ જારવો પોતે જ બાયો બબલ તોડીને ટીમને મુશ્કેલીમાં મુકવાનું કામ કરી રહ્યો છે, વળી આ સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટો અભાવ પણ દર્શાવે છે. જો કે, જારવોને ફરીથી સુરક્ષા કર્મચારીઓ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સાથે જ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા વીરેન્દ્ર સહેવાગ અને આશિષ નેહરાએ પણ આ વર્તણૂક પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સહેવાગે પણ કહ્યું કે, આ અત્યારે નથી થયુ આ પહેલા પણ 2-3 વખત આવી ચુક્યો છે. લોર્ડ્સમાં પણ હેડિગ્લેમાં પણ આ થયુ હતુ. પરંતુ તેણે એક વખત મોહાલી જવું જોઈએ. તેને પંજાબ પોલીસ દ્વારા સજા થવી જોઈએ. એકવાર પંજાબ પોલીસ તેને લાકડીઓથી મારશે, પછી તેઓ મેદાનમાં આવવાનું ભૂલી જશે. તેને પંજાબ પોલીસને સોંપી દેવો જોઈએ.” વળી, આશિષ નેહરા પણ સેહવાગની વાત સાથે સંમત થયા અને કહ્યું કે હા, તમે સાચા છો, ઘણી વખત લાતો કે ભૂત બાતો સે નહી માનતે. તેમના પર પણ અહીંથી પ્રતિબંધ મુકવો જોઈએ.

1 95 જારવોને પંજાબ પોલીસ ડંડા ફટકારશે ત્યારે તેની અંકલ ઠેકાણે આવશેઃ સેહવાગ

આ પણ વાંચો – IND vs ENG / એન્ડરસને એવો રેકોર્ડ બનાવ્યો જે દુનિયાનાં દિગ્ગજ બેટ્સમેન પણ નથી બનાવી શક્યા

જારવો ક્રિકેટનો ખૂબ મોટો ચાહક હોવાનુ કહેવાય છે. તેનું પૂરું નામ ડેનિયલ જાર્વિસ છે જે હાસ્ય કલાકાર, ફિલ્મ નિર્માતા છે. તેની પાસે bmwjarvo નામની યુટ્યુબ ચેનલ પણ છે. તે લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં પ્રથમ વખત મેદાન પર દેખાયો હતો જ્યારે તે ભારતીય જર્સી પહેરીને મેદાનમાં ગયો હતો અને કહ્યું હતું કે તેને પણ મેદાનમાં જવાની પરવાનગી હોવી જોઈએ, કારણ કે તેણે ભારતીય ખેલાડીઓ દ્વારા પહેરેલી જર્સી પહેરી હતી. પછી ત્રીજી ટેસ્ટમાં જારવો હેલ્મેટ અને ગ્લબ્સ પહેરીને મેદાનમાં પ્રવેશ્યો. તેણે હેલ્મેટ પહેર્યું અને પિચમાં પ્રવેશ કર્યો અને બેટિંગ માટે તૈયાર થયો. તેની જર્સી પર જાર્વો 69 લખેલુ છે.