Cricket/ ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ત્રીજા દિવસે સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયાની ટીમે એડિલેડમાં રમાયેલી આ પિંક બોલ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીત મેળવીને આ ફોર્મેટમાં અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે…

Sports
tik tok 13 ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ત્રીજા દિવસે સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયાની ટીમે એડિલેડમાં રમાયેલી આ પિંક બોલ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીત મેળવીને આ ફોર્મેટમાં અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં, તેના ઝડપી બોલર જોશ હેઝલવુડે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને બીજી ઇનિંગમાં માત્ર 5 ઓવર ફેંકી ભારતીય ટીમની 5 વિકેટ લીધી હતી.

 tik tok 14 ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ

જોશ હેઝલવુડે આ સમયગાળા દરમિયાન 3 ઓવર મેડન ફેકી હતી અને માત્ર 8 રન આપ્યા હતા, આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાનો 73 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડ્યો હતો. બીજી તરફ, જોશ હેઝલવુડનાં આ ઐતિહાસિક પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન ટીમને માત્ર જીતવામાં જ મદદ મળી નથી, પરંતુ તેમને તાજેતરની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ મોટો ફાયદો થયો છે. જોશ હેઝલવુડનાં આ પ્રદર્શનને કારણે તે હવે આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 805 પોઇન્ટ સાથે 5 માં સ્થાન પર પહોંચી ગયો છે. તેને રેન્કિંગમાં 4 સ્થાનનો ફાયદો થયો છે. બીજી તરફ, ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે એડિલેડમાં સારી બોલિંગ કરી હતી પરંતુ તે માત્ર 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરિણામે, તેના અંકોમાં ઘટાડો થયો હતો અને તે ટોપ 10 માંથી બહાર થઈ ગયો છે.

tik tok 12 ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ

રેન્કિંગમાં, જસપ્રિત બુમરાહનાં વેસ્ટ ઇન્ડીઝનાં જેસન હોલ્ડરની જેમ 753 પોઇન્ટ છે, પરંતુ હવે તે 11 માં સ્થાને પહોંચી ગયો છે. બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો સ્ટીવ સ્મિથ હજી પણ 901 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે, જ્યારે વિરાટ કોહલી તેની અડધી સદીની ઇનિંગ્સ અને 888 પોઇન્ટનાં કારણે 2 અંકનો ફાયદો થયો છે. તે બીજા નંબર પર અકબંધ છે.

INDvsAUS / પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર…

NZ vs PK / સતત બીજી T-20 માં પાકિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડે સીરીઝ પર કર…

Cricket / ભારતીય ટીમના કોચ દ્રવિડને બનાવો, ટીમ ઈંડિયાના ધબડકા બાદ રવિ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…