Not Set/ #જાતે_જણ્યાને_જાકારો_કેમ? : અમદાવાદમાંથી ફરી મળ્યું ત્યજાયેલું નવજાત શીશુંનું ભ્રૃણ

વિકાસની આડમાં લોકોની માનસીકતાનો વિકાસ આવનાર સમય માટે પ્રલય સર્જવા સક્ષમ રહેશે, વાત ફક્ત કહેવાની નથી એ વાતને સર્મથન આપતા અનેક બનાવોનાં સંદર્ભમાં કહેવામાં આવી રહી છે. જી હા, વિકાસ અને વિકસીત ભદ્રતાનાં નામે હાલનાં સામાજીક જીવનમાં અનેક પરિવર્તન જોવામાં આવે છે, જેને વિકાસ કહેવો કે કેમ તે સવાલ થઇ પડે. સામાન્ય શબ્દોમાં જો કહેવામાં […]

Top Stories Ahmedabad Gujarat
s2.reutersmedia 2 e1569647545510 #જાતે_જણ્યાને_જાકારો_કેમ? : અમદાવાદમાંથી ફરી મળ્યું ત્યજાયેલું નવજાત શીશુંનું ભ્રૃણ

વિકાસની આડમાં લોકોની માનસીકતાનો વિકાસ આવનાર સમય માટે પ્રલય સર્જવા સક્ષમ રહેશે, વાત ફક્ત કહેવાની નથી એ વાતને સર્મથન આપતા અનેક બનાવોનાં સંદર્ભમાં કહેવામાં આવી રહી છે. જી હા, વિકાસ અને વિકસીત ભદ્રતાનાં નામે હાલનાં સામાજીક જીવનમાં અનેક પરિવર્તન જોવામાં આવે છે, જેને વિકાસ કહેવો કે કેમ તે સવાલ થઇ પડે.

સામાન્ય શબ્દોમાં જો કહેવામાં આવે કે, પહેલાનાં સમયમાં માણસ હથીયાર તરીકે લાઠી રાખતો અને ક્યાં ચલાવી તે સમજ સાથે રાખતો, આજે માણસ AK-47 રાખે છે અને ગમે ત્યાં ચલાવી પણ જાણે છે. તો શું આ વિકાસ કહી શકાય. આવા વિકાસને ભદ્રતાનો વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે.

અમદાવાદ જેવા ગુજરાતનાં વિકસીત કહેવાત અને ભદ્રનાં કિલ્લાનાં અતી ભદ્ર(સમાજીક વિકાસની દ્રષ્ટીએ)  ગણાતા શહેરમાં ફરી ત્યજી દેવાયેલું માનવ ભ્રૃણ મૃત હાલતમાં મળી આવ્યું છે. અને મળ્યા છે પણ ક્યારે અને ક્યાં તે પણ સૌથી આશ્ચર્યની બાબત છે.

માણસો જેને સંતાન નથી હોતા તે જે ભગવાનનાં કે માઁ નાં દરબારમાં સંતાનો માટે માનતા-બાધા-આખળી રાખે છે, તે માઁ નાં મંદિરમાં અને બરોબર નોરતાનાં એક દિવસ પહેલા જ.

જી હા આ નવજાતનું મૃત ભ્રૂણ મણિનગર વિસ્તારમાં આવેલા અંબે માતાનાં મંદિરનાં મેદાનમાંથી મળ્યું છે. કોઇ  અજાણ્યા વ્યક્તિઓ ભ્રુણ નાંખી ગયા હોવાનું તારણ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.  મણિનગર પોલીસે ભ્રુણને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પોલીસનું કામ કરશે પણ સમાજ માટે આ વિશે કઇક કામ કરી બતાવવાનો સમય આવી ગયો છે, તે ચોક્કસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.