માયાજાળ/ જો છબીલ પટેલ મુખ્ય સુત્રધાર છે તો જ્યંતી ઠક્કરનો પડદા પાછળનો ખતરનાક ઈરાદો શું હતો!

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
Jayanti Bhanushali murder case જો છબીલ પટેલ મુખ્ય સુત્રધાર છે તો જ્યંતી ઠક્કરનો પડદા પાછળનો ખતરનાક ઈરાદો શું હતો!

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 3)

છબીલ પટેલ મુખ્ય કાવતરાખોર હતો તો બીજી તરફ જ્યંતી ઠક્કરે જુનુ વેર વાળવા પડદા પાછળથી ભુમિકા ભજવી હતી. જયંતી ભાનુશાળી 1998માં કચ્છ જીલ્લાના ભાજપના નેતા હતા. જ્યારે જયંતી ઠક્કર 1995થી કોંગ્રેસમાં કાર્યરત હતા. જોકે બાદમાં 1998માં ઠક્કર કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષાંતર કર્યું હતું. એક જ જીલ્લામાં અને ભાજપમાં હોવાથી બન્ને વચ્ચે રાજકીય કામને પગલે સંબંધો મજબુત બન્યા હતા. એટલું જ નહીં કચ્છમાં 2001ના વિનાશક ભુકંપમાં રાહત કાર્યોને લીધે બન્ને જ્યંતી એકબીજાના વિસ્વાસુ બન્યા હતા.

2007માં વિધાનસભા ચુંટણીમાં ભાનુશાળી અને ઠક્કરે ટિકીટની માંગણી કરી હતી. ભાનુશાળીને ટિકીટ મળતા ઠક્કરે ભાનુશાળી માટે ચુંટણી પ્રચાર પણ કર્યો હતો. કચ્છ અબડાસાની ટિકીટ પરથી ભાનુશાળીનો વિજય થતા બન્ને વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને ઘર જેવા થઈ ગયા હતા. દરમિયાન 2012ની વિધાનસભાની ચુંટણીમાં જ્યંતી ભાનુશાળી કોંગ્રેસના છેબીલ પટેલ સામે હારી ગયા હતા. પરંતુ 2014માં છબીલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને ભાજપમાં જોચાઈ ગયા હતા.

2014ની પેટા ચૂંટણીમાં છબીલ પટેલને ભાજપ તરફથી ટિકીટ મળતા જ્યંતી ઠક્કરે છબીલ પટેલ માટે પ્રચારનું કામ કર્યું હતું. જોકે છબીલ પટેલનો પરાજય થતા જયંતી ઠક્કરે જયંતી ભાનુશાળીએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવા અંગે 10.6.2014નાં રોજ પોતાના લેટરપેડ પર પક્ષને રિપોર્ટ કર્યો હતો. જેને કારણે જ્યંતી ભાનુશાળીને જ્યંતી ઠક્કર સાથે મનદુખ થયું હતું.

એક તરફ છબીલ પટેલને 2017ની ચૂંટણીની હારનો બદલો લેવો હતો જ્યારે બીજીતરફ જ્યંતી ઠક્કરને પોતાના કેડીસીસી બેંક કૌભાંડ અંગેની તપાસ પરનો સ્ટે યથાવત રાખવો હતો. આમ છબીલ અને જ્યાંતી ઠક્કર એક થઈ ગયા હતા. આથી છબીલ પટેલને જ્યંતી ભાનુશાળીની હત્યા કરવા જ્યંતી ઠક્કરે પડદા પાછળ રહીને આર્થિક મદદ કરી હતી. ટુંકમાં જ્યંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાંખવા માટે જ્યંતી ઠક્કરે મદદ કરી હોવાનું છબીલ પટેલ અને જ્યંતી ઠક્કર વચ્ચેની ટેલીફોનિક વાતચીતની રેકોર્ડેડ ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ જણાયું હતું.

જ્યંતી ભાનુશાળીની હત્યા કરવા માટે છબીલ પટેલે ઠક્કરના પૈસા મારફતે શુટરો પણ નક્કી કર્યા હતા. 9/11/2018નાં રોજ થયેલી મિટીંગમાં નક્કી થયા મુજબ છબીલ પટેલે શુટર શશીકાંત ઉર્ફે બિટીયા દાદા કાંબળેને ભુજ ખાતે આવીને જેની હત્યા કરવાની છે તેની રેકી કરવા જણાવ્યું હતું. પ્લાન મુજબ 10/11/2018ના રોજ શસીકાંત કાંબળે પુણેથી અમદાવાદ આવવા માટે નીકળીને 11/11/2018ના રોજ અમદાવાદ પહોંચ્યો હતો.

બાદમાં સરખેજ સ્થિત સાણંદ ચોકડી પાસેથી છબીલ પટેલ શસીકાંત કાંબળેને કારમાં પીકઅપ કરીને ભુજ લઈ ગયો હતો. જેમાં ભુજ સ્થિત જ્યંતી ભાનુશાળીના રહેણાંક રાયણ રિસોર્ટ, ડીમાર્ટ મોલ પાસે, એરપોર્ટ રોડ ખાતે લઈ જઈને હત્યા માટે રેકી કરાવવામાં આવી હતી. રેકી દરમિયાન છબીલ અને શુટર શશીકાંત કાંબળેએ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યા હતા. તે સમયે મનીષા ગોસ્વામી પણ ભુજ ખાતે રેકીના સ્થળે હાજર હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

ભુજમાં રેકી દરમિયાન શશીકાંત કાંબળેએ હત્યા માટે આ જગ્યા બરાબર ન હોવાનું અને હત્યા માટે બીજી કોઈ જગ્યા શોધવા છબીલ પટેલને કહ્યું હતું. અહીંથી છબીલ પટેલ અને શુટર શશીકાંત કારમાં અમદાવાદ પરત આવ્યા હતા. અમદાવાદથી શશીકાંત પુણે જવા રવાના થઈ ગયો હતો.

બીજી તરફ અન્ય આરોપી સુજીત ભાઉએ 12/11/2018ના રોજ છબીલ પટેલને પુણે-લોવાનાલા રોડ પર આવેલા એક્વીરા દેવી મંદિર પાસે બોલાવ્યો હતો. બાદમાં છબીલ પટેલે મુંબઈથી સુજીત ભાઉના વોટ્સએપ કોલ કર્યો હતો. ત્યારબાદ પુણે-લોનાવાલા હાઈવે પરના એક્વીરા મંદિર પાસેથી એક હોટેલમાં મિટીંગ યોજાઈ હતી. જેમાં છબીલ પટેલ, સુજીત પરદેશી ઉર્ફે ભાઉ, શુટર શશીકાંત, શુટર અશરફ શેખ, નિખીલ થોરાત ઉપરાંત આજીનાથ કાંબળે ઉર્ફે અન્ના, સચીન અડાગડે વગેરે હાજર રહ્યા હતા.

આ મિટીંગમાં અલગ ટેબલ પર બેઠેલા છબીલ, સુજીત, શશીકાંત, નિખીત અને અશરફે ભુજને બદલે અન્ય જગ્યાએ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. છબીલ પટેલે ઝારખંડના રાંચીમાં પોતાના ધંધાકીય સંબંધો હોવાનું કહીને રાંચીમાં હત્યા કરવાનો સુઝાવ આપ્યો હતો. જેમાં વ્યવસ્થિત રેકી કરવાનું નક્કી કરીને તમામ આરોપીઓ છુટા પડ્યા હતા.

છબીલ પટેલે કોમલ પટેલ (કાલ્પનિક સ્ત્રી) સાથે મિટીંગના બહાને ભાનુશાળીને રાંચી બોલાવી મિટીંગ કરવાનું બહાનું બનાવ્યું હતું. જેમાં છબીલ પટેલ દ્વારા 15/12/2018નાં રોજ ભાનુશાળીને રાંચી બોલાવીને હત્યા કરવાનું કામ મનીષા ગોસ્વામી, સુજીત અને કાંબળે સાથે નક્કી થયું હતું. પ્લાન મુજબ મનીષા 13/12/2018ના રોજ આગોતરા આયોજન માટે મુંબઈથી ફ્લાઈટમાં રાંચી પહોંચી હતી. જ્યારે શુટર શશીકાંત, અશરફ અને રાજુ ધોત્રે 10/12/2018ના રોજ ટ્રેન મારફતે પુણેથી રાંચી જવા રવાના થયા હતા અને 11/12/2018નાં રોજ રાંચી પહોંચ્યા હતા.

રાંચીમાં અન્ય આરોપીઓ હોટેલ પેરેડાઈઝમાં રોકાયા હતા. જ્યારે મનીષા રાંચીની હોટેલ શીવાની ઈન્ટરનેશનલમાં રોકાઈ હતી. હોટેલના રજીસ્ટ્રેશનમાં તેમણે તેમના નામ પણ નોંધાવ્યા હતા. દરમિયાન મનીષાએ જ્યંતી ભાનુશાળીને 15/12/2018ના રોજ રાંચી આવવા કહ્યું હતું. ભાનુશાળી 15 ડિસેમ્બરે રાંચી ઉતરીને કોમલ પટેલ સાથે વિડીયો કોલીંગ દ્વારા વાત કરવાની માંગણી કરશે એમ મનીષાને છબીલ પટેલને જણાવ્યું હતું.

બીજી તરફ એરપોર્ટ પર પ્લેન લેન્ડીંગ થઈ ગયું હતું. બહાર ભાનુશાળીને લેવા ટેક્સીમાં રાહ જોઈ રહેલી મનીષા તેની નજર સામેનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી અને જોયું તો………