દર્દનાક અકસ્માત/ રાધનપુર વારાહી હાઈવે પર જીપનું ટાયર ફાટતા ટ્રક સાથે ટક્કર, છ લોકોના મોત

રાધનપુર વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક  જીપનું ટાયર ફાટકા જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાત રાજ્યમાં રોજે રોજ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા છે.આ ઉપરાંત અન્ય પાંચ જેટલા લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની પણ માહિતી મળી રહી છે. આ ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રાધનપુર વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક  જીપનું ટાયર ફાટકા જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક પોલીસની મદદથી આ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા.અકસ્માત ની ઘટનામાં સ્થળ પર 6 લોકોના મોત તેમજ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સ્થાનિકોની મદદથી ટ્રકમાંથી ફસાયેલા મૃતદેહો પણ બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી.રાધનપુર પોલીસ ઘટના સ્થળપર પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે, જીપમાં બેઠેલા મુસાફરો મજૂરો હતા જે મજૂરી અર્થે જઇ રહ્યા હતા.

આ પણ વાંચો:સિહોરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, બંનેની સગાઇ થઇ ગઇ હોવાની થઇ રહી છે ચર્ચા

આ પણ વાંચો:કરોડોના જમીન કૌભાંડમાં મનપા એક્શનમાં, વ્હાઈટ હાઉસ સહિતના દબાણો પર ફેરાશે બુલડોઝર

આ પણ વાંચો:જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં ભૂકંપના કારણે ધ્રૂજી ધરતી, રિક્ટર સ્કેલ પર માપવામાં આવી આટલી તીવ્રતા

આ પણ વાંચો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની હત્યાનો ડર,એટલે તેઓ પ્લેનમાં નહીં પણ ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!