Not Set/ જેટ એરવેઝની ફ્લાઇટમાં મુસાફરોની કાન-નાકમાંથી લોહી નીકળ્યું, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ

મુંબઇ, મુંબઇથી જયપુર જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રુ મેમ્બરની બેદરકારીના કારણે 166 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. મુંબઇથી જયપુર જવા ઉપડેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રુ મેમ્બર કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેઇન કરવાનું ભૂલી ગયો હતો. જેના કારણે મુસાફરોની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આ ઘટના બનતા ફ્લાઇટને અધવચ્ચે જ મુંબઇ પરત ફરવું પડ્યું હતું. જેટ એરવેઝની […]

Top Stories
jet airways જેટ એરવેઝની ફ્લાઇટમાં મુસાફરોની કાન-નાકમાંથી લોહી નીકળ્યું, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ

મુંબઇ,

મુંબઇથી જયપુર જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રુ મેમ્બરની બેદરકારીના કારણે 166 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. મુંબઇથી જયપુર જવા ઉપડેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રુ મેમ્બર કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેઇન કરવાનું ભૂલી ગયો હતો. જેના કારણે મુસાફરોની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આ ઘટના બનતા ફ્લાઇટને અધવચ્ચે જ મુંબઇ પરત ફરવું પડ્યું હતું.

જેટ એરવેઝની B737ની 9W 697 ફ્લાઈટ મુંબઈથી જયપુર માટે રવાના થઈ હતી. જે દરમિયાન ફ્લાઇટમાં હવાનું દબાણ અને ઓક્સીજનને મેન્ટેન કરતી સ્વીચને ક્રુ મેમ્બર ભુલી જતા ફ્લાઇટની અંદર અચાનક હવાના પ્રેશરમાં વધઘટ થઇ ગઇ હતી. ફ્લાઇટની અંદર હવા અને ઓક્સીજનના દબાણની વધઘટ થતાં 30 જેટલાં મુસાફરોના કાન અને નાકમાંથી લોહી પડવાનું ચાલુ થયું હતું. બીજા મુસાફરોએ ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ફ્લાઇટમાં મુસાફરોને તાત્કાલિક ઓક્સીજન માસ્ક આપવામાં આવ્યા હતા. જો કે ત્યાં સુધીમાં અનેક મુસાફરોની હાલત ખરાબ થઇ હતી.

આ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલાં ડો.પ્રવીણ ગર્ગએ જણાવ્યું કે પ્લેનમાં હવાનું પ્રેશર યોગ્ય ના રહેતાં મુસાફરોને બેરોટ્રોમા થયો હતો જેના કારણે ઉલટી અને ચક્કર આવવાની સાથે કાન-નાકમાંથી લોહી પડ્યું હતું.

ફ્લાઇટ પરત ફરતાં મુસાફરોને તબીબી સારવાર અપાઇ હતી.

આ બનાવની ઉચ્ચ કક્ષાએ તપાસ શરૂ કરવામાં આવી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સીવીલ એવિએશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે જે ક્રુ મેમ્બર સ્વીચ મેન્ટેન કરવાનું ભુલી ગયો છે. તેને ડ્યુટી પરથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ એરક્રાફ્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોને સોંપાઇ છે.